ભાજપે મ.પ્ર.માં 39 અને છત્તીસગઢમાં 21 બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કરી


- ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલાં ઉમેદવારો જાહેર કરાતા અનેક તર્ક

- બંને રાજ્યોમા વર્ષના અંતે ચૂંટણી યોજાવાની શક્યતા : ભાજપે છત્તીસગઢના મુખ્યપ્રધાનની સામે સાંસદ વિજય બઘેલને ઉતાર્યા

નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટીએ મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જારી કરી છે. જો કે આ બંને રાજ્યોમાં ચૂંટણીની તારીખની જાહેરાત કરવામાં આવી નથી. આ બંને રાજ્યોમાં વર્ષનાં અંતે ચૂંટણી યોજવામાં આવે તેવી શક્યતા છે. ભાજપે મધ્ય પ્રદેશમાં ૩૯ સીટો અને છત્તીસગઢમાં ૨૧ સીટોે માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

બુધવારે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ બેઠકમાં સામેલ હતાં. આ બેઠક ઘણી લાંબી ચાલી હતી. આ બેઠકમાં એવી સિટો પર ચર્ચા કરવામાં આવી જે ભાજપ માટે નબળી છે. આ બેઠકમાં ભાજપ પ્રમુખ જે પી નડ્ડા પણ હાજર રહ્યાં હતાં. અમિત શાહ અને રાજનાથ સિંહ સહિતના નેતાઓ પણ હાજર હતાં. 

ભાજપે છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલની વિરુદ્ધ પણ ઉમેદવારની પણ જાહેરાત કરી દીધી છે. ભૂપેશ બઘેલ છત્તીસગઢની પાટણ વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. ભાજપે તેમની સામે સાંસદ વિજય બઘેલને ઉતાર્યા છે. 

ભાજપે મધ્ય પ્રદેશની ગોહાદ બેઠક પર પોતાના રાષ્ટ્રીય એસસી મોરચાના વડા લાલ સિંહ આર્યને ઉભા રાખવાની જાહેરાત કરી છે. 

ઉલ્લેખનીય છે કે આગામી વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણી અગાઉ પાંચ રાજ્યો મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ પાંચ રાજ્યો પૈકી હાલમાં એક જ રાજ્યમાં ભાજપની સરકાર છે.

ઉલ્લેખનીય છે કે ૨૦૧૮ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને છત્તીસગઢમાં ૯૦માંથી ફક્ત ૧૫ બેઠક જ મળી હતી. ૨૦૧૮ની મધ્ય પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ૧૦૯ અને કોંગ્રેસને ૧૧૪ બેઠકો મળી હતી. ૨૦૧૮ની ચૂંટણી પછી કોંગ્રેસ સત્તામાં આવી હતી પણ તેના કેટલાક ધારાસભ્યો ભાજપમાં જતા રહેતા ભાજપે સરકારની રચના કરી હતી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો