લદ્દાખ : લેહમાં ભારતીય સેનાનું વાહન ખીણમાં ખાબક્યું, 9 સૈનિકો શહીદ

લદ્દાખ, તા.19 ઓગસ્ટ-2023, શનિવાર

લદ્દાખમાં લેહ પાસે સેનાનું એક ટ્રક દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ ટ્રકમાં 2 જુનિયર કમિશન ઓફિસર અને 7 જવાનો સવાર હતા, આ તમામ શહિદ થયા છે. આ ઘટના ક્યારી ગામ પાસે બની છે. સેના સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર સેનાના ટ્રકની સાથે એક એમ્બ્યુલન્સ અને યૂએસવી પણ હતી. આ તમામ વાહનોમાં કુલ 34 સેનાના જવાનો હતા. સાંજે 6.00 વાગ્યાની આસપાસ ટ્રક ખીણમાં ખાબકી છે. લદ્દામાં એક સંરક્ષણ અધિકારીએ જણાવ્યું કે, ક્યારા શહેરથી 7 કિલોમીટર દુર આ દુર્ઘટના બની છે. જવાનો કારુ ગૈરીસનથી લેહ પાસે ક્યારી તરફ જઈ રહ્યા હતા.

અધિકારીઓએ જણાવ્યું કે, ક્યારી ગામથી 7 કિલોમીટર પહેલા સેનાની ગાડી દુર્ઘટનાનો શિકાર બની ખીણમાં પડી ગઈ છે. ઘટનામાં ઘટનામાં 7 જવાન અને 2 જુનિયર કમિશન ઓફિસર શહીદ છે. સેનાની પેટ્રોલિંગ ટીમ કારુથી ક્યારી ગામ તરફ જઈ રહી હતી, ત્યારે આ ઘટના બની. અધિકારીઓએ જણાવ્યું કે, હાલ ઘટનાસ્થળ પર રેસ્ક્યુ ઓપરેશન જારી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે