CM શિવરાજ સરકારની મુશ્કેલી વધી, પોષણ આહારમાં 500 કરોડનાં કૌભાંડ મુદ્દે કોંગ્રેસની લોકાયુક્તમાં ફરિયાદ
ભોપાલ, તા.28 ઓગસ્ટ-2023, સોમવાર
મધ્યપ્રદેશમાં ઓડિટર જનરલ રિપોર્ટ દ્વારા પોષણ આહારમાં 500 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. રિપોર્ટમાં રાજ્યના 8 જિલ્લાઓમાં કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે. આ કૌભાંડમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના ખાસ કહેવાતા મુખ્ય સચિવ ઈકબાલ સિંહ બૈસ અને રાજ્ય ગ્રામીણ આજીવિકા મિશનના સીઈઓ લલિત મોહન બેલવાલનું નામ સામે આવ્યું છે. આ કૌભાંડ સામે આવ્યા બાદ કોંગ્રેસે લોકોયુક્તમાં ફરિયાદ કરી કાર્યવાહીની માંગ કરી છે.
કોંગ્રેસના રાજ્યસભા સાંસદે શિવરાજ સરકાર પર કર્યા ગંભીર આક્ષેપ
કોંગ્રેસના રાજ્યસભા સાંસદ વિવેક તંખાએ મધ્યપ્રદેશ કોંગ્રેર કમિટીના કાર્યાલય પર પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે પારસ સકલેચા દ્વારા લોકાયુક્તમાં દાખલ કરાયેલી ફરિયાદના આધારે કહ્યું કે, વર્તમાનમાં રાજ્યના મુખ્ય સચિવ ઈકબાલ સિંહ 2014માં મુખ્યમંત્રીના સચિવ બન્યા અને 2017 બાદ તેમણે બેલવાલને તેમના સીઈઓ બનાવી તેમને રૂરલ ડેવલપમેન્ટના બીજા વિભાગ હેઠળ ટ્રાન્સર કરાયા... તેમણે કહ્યું કે, આ વ્યવસ્થા 2018થી ચાલતી આવી રહી છે... 2018માં બેલવાલ નિવૃત્ત થયા અને ડિસેમ્બરમાં સરકાર બદલાઈ ગઈ...
કમલનાથે કાર્યવાહી કરેલી 7 ફેક્ટરી રૂરલ ડેવલપમેન્ટમાં પરત આવી ગઈ !
ખાએ કહ્યું કે, જ્યારે કમલનાથની સરકાર બની અને તેમને આ ભ્રષ્ટાચારની જાણ થઈ તો તેમણે તેમના કાર્યકાળમાં એગ્રો કોર્પોરેશન હેઠળની 7 ફેક્ટરીઓને પરત એમપી એગ્રોને ટ્રાન્સફર કરી દીધી. જ્યાં વર્ષોથી આ કામ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે, માર્ચ 2020માં કમલનાથની સરકાર જતી રહી અને શિવરાજની સરકાર આવી... તેના એક દિવસ બાદ ઈકબાલ સિંહને મુખ્ય સચિવ બની ગયા.... થોડા દિવસો બાદ બેલવાલ કોન્ટ્રાક્ટ પર પરત આવી ગયા અને તેના થોડા દિવસ બાદ 7 ફેક્ટરીઓ પણ રૂરલ ડેવલપમેન્ટમાં પરત આવી ગઈ... વિવેક તંખાએ કહ્યું કે, અમે મધ્યપ્રદેશ એકાઉન્ટેન્ટ જનરલની રિપોર્ટની વાત લોકાયુક્ત સમક્ષ રજુ કરી છે. તે રિપોર્ટમાં રાજ્ય ગ્રામીણ આજીવિકા મિશનમાં 500 કરોડ રૂપિયાનું ફેક પ્રોડક્શન, ફેક ડિસ્ટ્રીબ્યૂશન અને ફેક પરિવહન થયું હોવાનો ખુલાસો થયો છે. રિપોર્ટમાં રાશનનું પરિવહન સ્કૂટર, ઓટો અને કારના નંબરવાળા વાહનોથી થયું હોવાનો ખુલાસો થયે છે.
Comments
Post a Comment