દેશની બેંકો, નાણાંકીય સંસ્થાઓનો વિશ્વાસ જીતવામાં ગુજરાત નં.1, 82 વિકાસ પ્રોજેક્ટ્સ માટે ફંડ આપ્યું : RBI રિપોર્ટ

નવી દિલ્હી, તા.20 ઓગસ્ટ-2023, રવિવાર

ભારતમાં ‘મોસ્ટ ફેવરેટ ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન’ની યાદીમાં ગુજરાતે નંબર-1નું સ્થાન મેળવ્યું છે. આ યાદીનો મતલબ એ છે કે, દેશની બેંકો અને નાણાંકીય સંસ્થાઓએ અન્ય રાજ્યો કરતા ગુજરાતના વિકાસ પ્રોજેક્ટો પર સૌથી વધુ વિશ્વાસ મુક્યો છે. RBIએ તાજેતરમાં જ બહાર પાડેલા ઓગસ્ટ બુલેટિનમાં જણાવ્યું છે કે, દેશની બેંકો અને નાણાંકીય સંસ્થાઓએ વર્ષ 2022-23માં સૌથી વધુ ગુજરાતના 82 વિકાસ પ્રોજેક્ટ્સ માટે ફંડ મંજુર કર્યા છે, જ્યારે આ મામલે 48 પ્રોજેક્ટ સાથે મહારાષ્ટ્ર બીજા ક્રમે જ્યારે 45 પ્રોજેક્ટ સાથે ઉત્તર પ્રદેશ ત્રીજા સ્થાને છે.

10 વર્ષમાં ગુજરાતના 692 પ્રોજેક્ટને ફંડ મળ્યું

જોકે બેંકો અને નાણાંકીય સંસ્થાઓ દ્વારા મંજૂર કરાયેલા કુલ ખર્ચની વાત કરીએ તો 14 ટકાના હિસ્સા સાથે દેશમાં ગુજરાત બીજા ક્રમાંકે છે. RBIના ડેટા મુજબ છેલ્લા 10 વર્ષમાં (2013-14થી 2022-23) દેશની બેંકો અને નાણાંકીય સંસ્થાઓનો સૌથી વધુ વિશ્વાસ ગુજરાતના વિકાસ પ્રોજેક્ટો પર રહ્યો છે. છેલ્લા 10 વર્ષમાં ગુજરાતના 692 વિકાસ પ્રોજેક્ટોને ફંડ મળ્યું છે, જે અન્ય રાજ્યો દ્વારા ફંડ મેળવનારા વિકાસ પ્રોજેક્ટની સંખ્યા મામલે સૌથી વધુ છે.

2024માં યોજાશે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જાન્યુઆરી 2024માં દસમી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવાની યોજના બનાવી રહ્યા છે. આવા સમયે ગુજરાતની આ સિદ્ધિ આગામી વાઈબ્રન્ટ સમિટ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ આંકડાઓ આ કાર્યક્રમની સફળતા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. વાઈબ્રન્ટ ગુજરાત 2024ના આયોજન દ્વારા ગુજરાત ફરી એકવાર મોટા પાયે રોકાણ અને વિકાસ પ્રોજેક્ટ્સને આકર્ષવાની તૈયારી કરી રહ્યું છે. આરબીઆઈનો આ અહેવાલ ચોક્કસપણે રોકાણકારોને ગુજરાતમાં રોકાણ કરવા પ્રોત્સાહિત કરશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો