લેફ્ટનન્ટ જનરલ રઘુ શ્રીનિવાસન BROના નવા પ્રમુખ બન્યાં, મહત્વપૂર્ણ ઓપરેશનોમાં રહ્યા છે સામેલ
લેફ્ટનન્ટ જનરલ રઘુ શ્રીનિવાસને (New BRO Chief Raghu Srinivasan) 28માં ડાયરેક્ટર જનરલ બોર્ડર રોડ્સ (DGBR) તરીકે ચાર્જ સંભાળી લીધો છે. લેફ્ટનન્ટ જનરલ રાજીવ ચૌધરીના નિવૃત્ત થયા બાદ તેમણે ચાર્જ સંભાળ્યો હતો. ડીજીબીઆર તરીકે નિયુક્તિ પહેલા રઘુ શ્રીનિવાસન પુણેની કોલેજ ઓફ મિલિટરી એન્જિનિયરિંગમાં કમાન્ડન્ટ તરીકે તહેનાત હતા. સંરક્ષણ મંત્રાલયે આપી માહિતી આ માહિતી સંરક્ષણ મંત્રાલય (Ministry of Defence) દ્વારા આપવામાં આવી છે. રઘુ શ્રીનિવાસન ખડકવાસલામાં આવેલી નેશનલ ડિફેન્સ એકેડમી અને દહેરાદૂન ઈન્ડિયન મિલિટરી એકેડમીના પૂર્વ વિદ્યાર્થી છે. તેમણે પોતાની શાનદાર સર્વિસ દરમિયાન ઓપરેશન વિજય, ઓપરેશન રક્ષક અને ઓપરેશન પરાક્રમમાં ભાગ લીધો હતો. તેમને સરહદી વિસ્તારોમાં ખાસ કરીને લદ્દાખ, અરુણાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં સેવા આપવાનો સારો એવો અનુભવ છે. શ્રીનિવાસન સંરક્ષણ સલાહકાર પણ રહી ચૂક્યા છે તેમણે બે વર્ષ સંરક્ષણ સલાહકાર તરીકે પણ કામ કર્યું છે. રઘુ શ્રીનિવાસને તેમની લાંબી અને પ્રસિદ્ધ કારકિર્દી દરમિયાન પ્રતિષ્ઠિત ડીએસએસી, હાયર કમાન્ડ અને એનડીસી અભ્યાસક્રમમાં મહારત કેળવતાં અનેક મુખ્ય કમાન્ડ ...