વાનકુવરમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ સામે ખાલિસ્તાની સમર્થકોના દેખાવ, પોલીસે સુરક્ષા વધારી દીધી

કેનેડા અને ભારત વચ્ચેનો તણાવ (Canada India Controversy) વધતો જ જઈ રહ્યો છે. બંને દેશોએ એકબીજાના ટોચના રાજદ્વારીઓને હાંકી કાઢ્યા હતા. આ દરમિયાન ડઝનબંધ ખાલિસ્તાન સમર્થકોએ (Khalistan Protest) વાનકુવરમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ (Indian Embassy) ની બહાર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર (hardip singh nijjar)ની હત્યાના વિરોધમાં દેખાવો કર્યા હતા. 

ખાલિસ્તાની ઝંડા લહેરાવ્યાં 

દેખાવકારોએ ખાલિસ્તાની ઝંડા લહેરાવ્યા, સંગીત વગાડ્યું અને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આ દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓએ ભારતીય વાણિજ્ય દૂતાવાસની બહાર ભારતીય ધ્વજનું અપમાન કર્યું હતું. આવો જ વિરોધ ટોરોન્ટોમાં થયો હતો. દરમિયાન, વાનકુવર પોલીસ વિભાગે ભારતીય કોન્સ્યુલેટ ખાતે સુરક્ષા વધારી દીધી છે અને સાવચેતીના ભાગરૂપે નજીકના રસ્તાઓ બંધ કરી દીધા છે.

પોલીસ દ્વારા બેરિકેડિંગ કરાયું 

અહેવાલો અનુસાર હોવે સ્ટ્રીટ પર ભારતીય વાણિજ્ય દૂતાવાસના પ્રવેશદ્વાર નજીક કોઈને જતા રોકવા માટે બેરિકેડ ઉભા કરી દેવાયા છે.  વિશ્વ શીખ સંગઠને ઉશ્કેરણી અને દખલગીરીની સંભાવનાને લઈને પહેલેથી જ ચેતવણી જાહેર કરી દીધી છે. જેથી પોલીસ પહેલાથી જ સતર્ક હતી.

વર્લ્ડ શીખ ઓર્ગેનાઈઝેશને નિજ્જરની હત્યા અંગે શું કહ્યું? 

સંગઠનના વડા તેજિન્દર સિંહ સિદ્ધુએ એક નિવેદનમાં નિજ્જરના હત્યારાઓને શોધી કાઢવાની માંગ કરી હતી.  સિદ્ધુએ વધુમાં કહ્યું કે જો સમુદાયના લોકો અસુરક્ષિત અનુભવે છે અથવા હિંસા ભડકાવવાના પ્રયાસો કરે છે, તો અમે તેમને તાત્કાલિક કાયદા અમલીકરણ એજન્સીઓનો સંપર્ક કરવા પ્રોત્સાહિત કરીએ છીએ.


 બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે