મણિપુરમાં હિંસા વચ્ચે નવું સંકટ : પોલીસ v/s આસામ રાઈફલ્સ વચ્ચે સંઘર્ષ, આજે કાંગપોકપીમાં 3 મોત, 50ને ઈજા

ઈમ્ફાલ, તા.12 સપ્ટેમ્બર-2023, મંગળવાર

મણિપુરમાં 3 મેથી શરૂ થયેલી જાતીય હિંસા હજુ પણ ઘટના વિસ્તારોમાં જોવા મળી રહી છે, ત્યારે રાજ્ય પર વધુ એક સંકટ આવી ચઢ્યું છે.. દરમિયાન મણિપુરના કાંગપોકજીમાં આજે થયેલી હિંસામાં 3 લોકોના મોત થયા છે, જ્યારે રાજ્યમાં ઓછામાં ઓછા 50થી વધુના મોત થયા છે. રાજ્યમાં મૈતેઈ અને કુકી સમુદાય વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને હિંસાનું સૌથી મોટું કારણ માનવામાં આવ્યું છે. રાજ્યમાં હિંસાને ઠારવા રાજ્ય સરકાર ઉપરાંત કેન્દ્ર સરકાર પણ તમામ પ્રયાસો કરી રહી છે, જોકે આ પ્રયાસો વચ્ચે મણિપુર પોલીસ અને આસામ રાઈફલ્સ વચ્ચે સંઘર્ષના અહેવાલો સામે આવ્યા છે, જેના કારણે રાજ્ય પર વધુ એક સંકટ ઉભુ થયું છે.

મણિપુર પોલીસે 9મી આસામ રાઈફલ્સ વિરુદ્ધ સુઓ મોટો કેસ દાખલ કર્યો

રાજ્યના ચુરાચાંદપુરને અડીને આવેલા બિષ્ણુપુરમાં હાલ શાંતિ અભિયાન ચલાવાઈ રહ્યું છે, ત્યારે મણિપુર પોલીસે આસામ રાયફલ્સ પર શાંતિ અભિયાનમાં અવરોધ ઉભો કરવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં મણિપુર પોલીસે 9મી આસામ રાઈફલ્સ વિરુદ્ધ સુઓ મોટો કેસ દાખલ કર્યો છે. ફરિયાદમાં આસામ રાઈફલ્સ વિરુદ્ધ 5 ઓગસ્ટે કાર્યવાહીમાં રસ્તા પર અવરોધ ઉભો કરવાનો તેમજ એક પોલીસ દળને ડ્યુટી દરમિયાન રોકવાનો આરોપ લગાવાયો છે. ફરિયાદમાં એવો આરોપ લગાવાયો છે કે, આસામ રાઈફલ્સ દ્વારા શાંતિ અભિયાનમાં અવરોધ ઉભો કરવાના કારણે કુકી ઉગ્રવાદીઓને ભાગવામાં મદદ મળી અને 3 મૈતેઈ સમુદાયના લોકોની મોત થઈ ગઈ...

મણિપુર પોલીસના આરોપોનો સેનાએ આપ્યો જવાબ

આ મામલે સેના દ્વારા ટ્વિટ કરી પ્રતિક્રિયા આપવામાં આવી છે. સેના તરફથી જણાવાયું છે કે, સુરક્ષા દળોની ભૂમિકા અને ઈરાદાઓ પર કેટલાક અરાજકતા ફેલાવતા તત્વો હુમલા કરી રહ્યા છે અને તેમના પ્રયાસોને નબળો પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. સેનાએ કહ્યું કે, આસામ રાઈફલ્સ 3 મેથી સતત મણિપુરમાં લોકોની જિંદગી બચાવવાનું અને રાજ્યમાં શાંતિ સ્થાપવાની દિશામાં કામ કરી રહી છે.

શું છે મણિપુર વિવાદ ?

મણિપુરમાં અનુસૂચિત જનજાતિ (એસટી)નો દરજ્જો આપવાની મેઈતી સમુદાયની માંગના વિરોધમાં ત્રીજી મેએ પર્વતીય જિલ્લાઓમાં આદિવાસી એકજુટતા માર્ચનું આયોજન કરાયા બાદ હિંસક ઘટનાઓ શરૂ થઈ હતી. ત્યારથી અત્યાર સુધીમાં હિંસામાં ઓછામાં ઓછા 152 લોકોના મોત થયા છે. મણિપુરમાં મેઈતી સમુદાયની 53 ટકા વસ્તી છે અને તેઓ મુખ્યરૂપે ઈમ્ફાલ ખીણમાં રહે છે, જ્યારે નગા અને કુકી જેવા આદિવાસી સમુદાયોની વસ્તી 40 ટકા છે અને તેઓ મુખ્યત્વે પર્વતીય જિલ્લાઓમાં રહે છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો