Antibiotic દવા લેનારાઓ સાવધાન, ICMRનો ચોંકાવનારો ખુલાસો, 70% દર્દીઓ પર દવાઓ બેઅસર

નવી દિલ્હી, તા.28 સપ્ટેમ્બર-2023, ગુરુવાર

ભારત (India)માં એન્ટીબાયોટિક દવા (Antibiotics Medicine)ઓ બેઅસર થવામાં ઝડપી વૃદ્ધિ થઈ રહી છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રિસર્ચ (ICMR)ના તાજેતરના રિપોર્ટ મુજબ, ભારતમાં છેલ્લા 5 વર્ષમાં દર્દીઓએ એન્ટીબાયોટિક દવા લીધા બાદ તેની કોઈ અસર ન થઈ હોવાની સંખ્યામાં વધારો છે... 

40થી 70 ટકા દર્દીઓ પર એન્ટિબાયોટિક બેઅસર

વિવિધ હોસ્પિટલોના અભ્યાસ મુજબ 40થી 70 ટકા દર્દીઓ પર એન્ટિબાયોટિક દવાઓ કામ કરી રહી નથી... ગંભીર ઈન્ફેક્શના સારવારમાં ઉપયોગી એન્ટિબાયોટિક દવાઓ કેમ કામ કરી રહી નથી... જો ડૉક્ટરો વિચાર્યા વગર એન્ટિબાયોટિક દવાઓ લખતા રહેશે અને દર્દીઓ ડોક્ટરની સલાહ વગર આવી દવાઓ ખાતા રહે તો ગંભીર પરિણામો સર્જાઈ શકે છે... એન્ટિબાયોટિક દવાઓ મામલો ભારતીયો સાથે આવું જ થઈ રહ્યું છે.

21 હોસ્પિટલોમાંથી ડેટા મેળવાયો

ભારતની સૌથી મોટી મેડિકલ રિસર્ચ સંસ્થાએ દેશની 21 હોસ્પિટલોમાંથી ગત વર્ષે જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધીનો ડેટા મેળવ્યો છે. આ હોસ્પિટલોમાં આઈસીયુમાં દાખલ દર્દીઓના એક લાખ સેમ્પલ એકત્ર કરાતા હતા. આ સેમ્પલોની તપાસ કર્યા બાદ 1747 પ્રકારના ઈન્ફેક્શનવાળા બેક્ટરેયા મળ્યા, જેમાંથી ઈ કોલાઈ બેક્ટેરિયા અને ક્લૈબસેલા નિમોનિયાના બેક્ટેરિયા સૌથી વધુ જિદ્દી થયા છે... આ બેક્ટેરિયાના શિકાર દર્દીઓએ એન્ટિબાયોટિક દવાઓ ખાધી, પરંતુ તે દવા કોઈપણ પ્રકારે કામમાં આવી નથી...

10માંથી 8 દર્દીઓ પર દવા બેઅસર

2017માં ઈ કોલાઈ બેક્ટેરિયાના શિકાર 10માંથી 8 દર્દીઓને જ્યારે 2022માં 10માંથી માત્ર 6 દર્દીઓને એન્ટિબાયોટિક દવા ઉપયોગી નિવળી હતી. ઉપરાંત 2017માં ક્લૈબસેલા નિમોનિયા ઈન્ફેક્શનથી પીડિત 10માંથી 6 દર્દીઓ અને 2022માં 10માંથી માત્ર 4 દર્દીઓને દવા ઉપયોગી નિવળી હતી. ઈન્ફેક્શન દર્દીઓના બ્લડ સુધી પહોંચી તેમને વધુ બીમાર કરી રહ્યું છે. ઉલ્લેખનિય છે કે, આઈસીએમઆરે એન્ટિબાયોટિક દવાઓના યોગ્ય ઉપયોગ માટે ગત વર્ષે નવેમ્બરમાં ગાઈડલાઈન્સ બહાર પાડી હતી.

ઓછા તાવમાં એન્ટિબાયોટિક લેવાનું ટાળોઃ આઇસીએમઆર

ઉલ્લેખનિય છે કે, ગત વર્ષે આઈસીએમઆરે દિશા નિર્દેશ જારી કરી લોકોને ઓછા તાવ અથવા વાયરલ બ્રોંકાઇટિસ જેવી બીમારીઓ માટે એન્ટીબાયોટિકનો ઉપયોગ નહીં કરવા જણાવ્યું હતું અને ડોક્ટરોને આ દવાઓનું પ્રિસ્કિપશન લખતી વખતે સમય મર્યાદાનું ધ્યાન રાખવાની સલાહ આપી ગતી. આઇસીએમઆરના દિશાનિર્દેશોમાં જણાવવામાં આવ્યું છે કે ચામડી અને સોફ્ટ ટિસ્યુ ઇન્ફેકશન માટે પાંચ દિવસ અને હોસ્પિટલમાં ન્યૂમોનિયા માટે આઠ દિવસ સુધી એન્ટિબાયોટિક આપવી જોઇએ. દિશા-નિર્દેશોમાં જણાવવામાં આવ્યું હતું કે, ક્લિનિકલ નિદાન અમને રોગના લક્ષણોનું કારણ બનનારા રોગજનકો અંગે જાણકારી મેળવવામાં મદદ કરે છે. આનાથી સંક્રમણનું નિદાન કરવા માટે તાવ, પ્રોકેલ્સીટોનિન સ્તર, ડબ્લ્યુબીસી ગણના, કલ્ચર અથવા રેડિયોલોજી પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવાને બદલે એન્ટિબાયોટિક યોગ્ય માત્રા તૈયાર કરવામાં મદદ મળશે. આઇસીએમઆરએ ગંભીર રીતે બિમાર રોગીઓ માટે અનુભવસિદ્ધ એન્ટીબાયોટિક સારવારને સીમિત કરવાની સલાહ આપી હતી. આઇસીએમઆર દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ ભારતમાં મોટી સંખ્યામાં હવે રોગીઓ માટે કાર્બાપેનમ એન્ટિ બાયોટિક ઉપયોગી સાબિત થઇ રહી નથી અને તેમના પર આ દવાની કોઇ અસર થઇ રહી નથી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો