માલદીવના નવા રાષ્ટ્રપતિ બન્યાં મોહમ્મદ મુઈઝ, ભારત સમર્થક ઈબ્રાહિમ સોલિહ હાર્યા, મળ્યાં 53% વોટ

માલદીવની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં (Maldives Election 2023) વિપક્ષના ઉમેદવાર મોહમ્મદ મુઈઝ (Mohamed Muizzu) જીતી ગયા છે. પ્રોગ્રેસિવ પાર્ટી ઑફ માલદીવ્સ (PPM)ના ઉમેદવાર મુઈઝે ભારત સમર્થક ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહ (Ibrahim Mohamed Solih) ને પરાજય આપ્યો હતા. મુઇઝ હાલમાં દેશની રાજધાની માલે શહેરના મેયર છે. તે ચીનના સમર્થક (china supporter) મનાય છે. તેઓ ચીન સાથે સંબંધો સુધારવા પર ભાર મૂકે છે. આ દરમિયાન વડાપ્રધાન મોદી (PM Modi) એ પણ તેમને જીત બદલ શુભેચ્છા પાઠવી હતી. 

તેમને 53 ટકા વોટ મળ્યાં 

સ્થાનિક મીડિયા અનુસાર તમામ 586 મતપેટીઓના પરિણામોની ગણતરી કર્યા પછી મુઇઝને 53 ટકા મત મળ્યા. જ્યારે વર્તમાન રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહને 46 ટકા મત મળ્યા છે. આ ચૂંટણીમાં મુખ્ય મુકાબલો વર્તમાન રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહ અને મુઈઝ વચ્ચે જ હતો. આ ચૂંટણી એક પ્રકારનો જનમત હતો કે માલદીવના લોકો ભારત અને ચીન વચ્ચે કોને સૌથી વધુ પ્રાધાન્ય આપવા માગે છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે શનિવારે બીજી વખત મતદાન થયું હતું. 8 સપ્ટેમ્બરે થયેલા મતદાનમાં કોઈને 50 ટકા વોટ મળ્યા નહોતા. 

સમર્થકોનો આભાર માન્યો 

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમની જીત પછી મુઇઝે એક નિવેદનમાં તેમને ટેકો આપનારા દરેકનો આભાર માન્યો હતો. તેમણે ભ્રષ્ટાચારના આરોપમાં 11 વર્ષની જેલની સજા ભોગવી રહેલા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીનને મુક્ત કરવા સરકારને પણ હાકલ કરી હતી. તેમણે કહ્યું કે આજે ખૂબ જ ખુશીનો દિવસ છે... હું મારા દિલથી માલદીવના તમામ લોકોનો આભાર વ્યક્ત કરું છું. આજનું પરિણામ આપણા દેશનું સારું ભવિષ્ય બનાવવા અને આપણા રાષ્ટ્રના સાર્વભૌમત્વને સુનિશ્ચિત કરવાના આપણા પ્રયાસોને મજબૂત બનાવશે.

રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ સોલિહે હાર સ્વીકારી

બીજી બાજુ ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદ માલદીવના હારી ચૂકેલા રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ સોલિહે હાર સ્વીકારી અને મુઇઝને અભિનંદન આપ્યા. તેમણે ટ્વિટર પર પોસ્ટ કરી કે "મુઇઝને રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા બદલ અભિનંદન". ચૂંટણીમાં લોકોએ જે સુંદર લોકશાહીનો દાખલો બેસાડ્યો તે બદલ આભાર. માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP) ના સભ્યોનો આભાર જેમણે સાથે મળીને કામ કર્યું.

 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો