IPC, CrPC અને Evidence Act અંગે આજથી સંસદીય સમિતિ કરશે મંથન, આવશે 3 નવા બિલ

ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ અંગે ગૃહ બાબતોની સંસદીય સ્થાયી સમિતિ આજથી ત્રણ દિવસ સુધી મંથન કરશે. આ દરમિયાન સમિતિ નિષ્ણાતોના વિચારોને સાંભળશે. 

અમિત શાહે 11 ઓગસ્ટે લોકસભામાં બિલ રજૂ કર્યા હતા

આ ત્રણેય બિલને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah) એ 11 ઓગસ્ટના રોજ લોકસભામાં રજૂ કર્યા હતા. આ બિલ અંગ્રેજોએ બનાવેલા ઈન્ડિયન પિનલ કોડ (IPC), ક્રિમિનિલ પ્રોસિજર કોડ (CrPC) અને ઈન્ડિયન એવિડન્સ એક્ટ (Evidence Act) નું સ્થાન લેશે. 

ન્યાય આપવાનો ઉદ્દેશ્ય 

આ બિલને રજૂ કરતી સમયે કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે અંગ્રેજોના જમાનાના કાયદાનો મૂળ ઉદ્દેશ્ય દંડ આપવાનો હતો. જોકે પ્રસ્તાવિત કાયદાનો ઉદ્દેશ્ય ન્યાય આપવાનો છે અને તેનો આત્મા ભારતીય છે. 


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો