અમદાવાદમાં કન્ટ્રક્શન સાઈટ પર સર્જાઈ મોટી દુર્ઘટના, પાલક તૂટતા ત્રણ શ્રમિકના મોત


Ahmedabad laborers died : અમદાવાદમાં આજે મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં એક નિર્માણાધિન બિલ્ડિંગ સાઈટ પર પાલક તૂટતા (scaffolding collapsed) ત્રણ શ્રમિકોના મોત (Three laborers died) થયા છે. શહેરના ઘુમા વિસ્તારમાં આ દુર્ઘટના બની છે.

શ્રમિકો 12માં માળેથી પટકાયા હતા

આ દુર્ધટનાની વધુ વિગત મુજબ ઘુમા વિસ્તારમાં આવેલી ઝવેરી ગ્રીન્સ (Zaveri Greens) નામની કન્ટ્રક્શન સાઈટ પર દુર્ઘટના બની હતી. આ નિર્માણાધિન બિલ્ડિંગના 12માં માળે પાલક તૂટતા ત્રણ શ્રમિકો નીચે પટકાયા (The workers fell down) હતા, જેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ત્રણેયની સારવાર કારગત નીવડે તે પહેલા જ મૃત્યુ પામ્યા હતા. હાલ આ દુર્ઘટનાને પગલે ઘુમા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી (A police team reached the spot) આવી છે અને ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક વિગત મુજબ આ ત્રણેય શ્રમિકો ઉત્તર પ્રદેશના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે જેના નામ સંદીપ, રાજુ અને અમિત છે.

બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો