VIDEO : આગરામાં દયાલબાગ સત્સંગ પીઠમાં ઘર્ષણ, પથ્થરમારા બાદ પોલીસનો લાઠીચાર્જ

આગરા, તા.24 સપ્ટેમ્બર-2023, રવિવાર

ઉત્તર પ્રદેશના આગરાના દયાલબાગ વિસ્તારમાં આજે પોલીસ અને સત્સંગીઓ વચ્ચે ઘર્ષણ થવાના અહેવાલો સામે આવ્યા છે. ઘર્ષણ દરમિયાન સત્સંગીઓએ પોલીસ દળ પર પથ્થરમારો કરવાની ઘટના બની છે... ત્યારબાદ ઘટનાસ્થળે જોરદાર હંગામો શરૂ થયો છે. બેકાબુ ભીડ પર પોલીસે લાઠીચાર્જ કર્યા બાદ મામલો વધુ બિચક્યો છે... આ મામલો રાધા સ્વામી સત્સંગ સભા અંગે હોવાનું સામે આવ્યું છે. એવો આરોપ છે કે, રાધા સ્વામી સત્સંગ સભાએ સરકારી જમીન પર કબજો કરેલો છે. ગેરકાયદે કબજો હટાવવા પોલીસની ટીમ અધિકારીઓ સાથે શનિવારે સ્થળ પર પહોંચી હતી.

મહેસુલ વિભાગની ટીમ અને પોલીસ દળે સરકારી જમીન પર બનાવાયેલ સરકારી ગેટ બુલડોઝરથી પાડી દીધી હતી. ત્યારબાદ પોલીસની ટીમ ત્યાંથી ખસી તો સત્સંગીઓએ ફરી ગેટ લગાવી દીધો... આવી સ્થિતિમાં પોલીસ ફરી ગેરકાયદે કબજો હટાવવા પહોંચી... પોલીસે સ્થળ પર પહોંચી ત્યારે પહેલા સત્સંગીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો...

ઘણા પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત

આ દરમિયાન જોત-જોતામાં સ્થળ પર સત્સંગીઓની ભીડ એકઠી થઈ ગઈ અને પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો, જેમાં ઘણા પોલીસ કર્મચારીઓ અને પત્રકારો ઈજાગ્રસ્ત થયા છે... પથ્થરમારો કરી રહેલા સત્સંગીઓને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કર્યો, ત્યારબાદ ભીડ આમ-તેમ ભાગવા લાગી... ડીસીપી સિટી સૂરજ રાયે પોલીસ દળ સાથે પહોંચ્યા હતા. હવે મહેસુલ વિભાગ અને પોલીસ દ્વારા સત્સંગીઓને થોડો સમય અપાયો છે, કારણ કે તેમની પાસે કોઈ ડોક્યુમેન્ટ હોય તો તેઓ તેમને દેખાડે...


અખિલેશ યાદવે ભાજપ સાંધ્યુ નિશાન

આ મામલો સામે આવ્યા બાદ રાજકારણ શરૂ થઈ ગયું છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ સોશિયલ મીડિયા સાઈડ એક્સ પર પોસ્ટ કરી ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું કે, રાધા સ્વામીમાં માનનારાઓ પોતાના આધ્યાત્મક, પ્રેન, કરુણા અને સત્સંગ માટે વિશ્વમાં અનુકરણીય છે... દયાલબાગ સદૈવથી આસ્થા, એકતા, સેવા અને શિક્ષણનું પ્રતિક છે... દયાલબાગની જમીન પર હવે સત્તાધારી અને પોલીસ-પ્રશાસન મળી ભાજપાઈ ભૂ-માફિયાઓની સ્વાર્થ પુરા કરવામાં લાગી ગયા છે.

પ્રજા સહન નહીં કરે ભાજપનું ધર્મ-વિરોધી બુલડોઝર 

અખિલેશ યાદવે વધુમાં કહ્યું કે, આ ઘટના સત્સંગની મહાન ભારતીય પરંપરા પર ઘાતક પ્રહાર છે, જેનો વિશ્વાસુ અને શાંતિપ્રિય રાધા સ્વામીના અનુયાયીઓ સખત વિરોધ કરી રહ્યા છે. સમાજવાદી પાર્ટી આ અન્યાયના વિરોધમાં રાધાસ્વામી સત્સંગ સાથે ઉભી છે અને દયાલબાગને બચાવવાની ઝુંબેશમાં સાથે છે. ભાજપનું ધર્મ વિરોધી બુલડોઝર પ્રજા સહન નહીં કરે...

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો