આજે વિશેષ સત્રનો બીજો દિવસ, સંસદ નવા ભવનમાં શિફ્ટ થશે, મહિલા અનામત બિલ રજૂ થઈ શકે


Parliament Special Session : આજે પાંચ દિવસ ચાલનારા વિશેષ સત્રનો બીજો દિવસ છે ત્યારે આજે સંસદ નવા ભવનમાં શિફ્ટ થશે અને નવી સંસદ ભવનમાં ઉદ્ઘાટનના દિવસે સંસદસભ્યોને ભારતીય બંધારણ, સ્મારક સિક્કાઓ અને નવી સંસદ પર સ્ટેમ્પ અને પુસ્તિકા ધરાવતી વિશેષ ભેટ આપવામાં આવશે.

જૂના સંસદના કાર્યક્રમમાં ડૉ. મનમોહન સિહ સામેલ થશે નહીં

સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ વિશેષ સત્રના બીજા દિવસે જૂના સંસદ ભવનમાં ચાલનાર કાર્યક્રમમાં પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહ સામેલ થશે નહીં. સ્વાસ્થ્યના કારણોસર તે હાજર રહી શક્શે નહીં. આજે સંસદના બંને ગૃહોની કાર્યવાહી ચાલુ રહેશે. નવા સંસદ ભવનમાં લોકસભાની કાર્યવાહી બપોરે 1.15 કલાકે તેમજ રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2.15 કલાકે શરુ થશે. આ પહેલા બીજેપી સાંસદે નવી સંસદ ભવનને સમયની જરુરિયાત ગણાવતા કહ્યું હતું કે નવી સંસદ ભવન ભારતનું વિકાસશીલ દેશની વિકસિત દેશમાં પરિવર્તનનું સાક્ષી બનશે.

નવું સંસદ ભવન જૂના કરતાં કેટલું છે અલગ? : વધુ વિગતો જાણવા અહીં ક્લિક કરો

મહિલા અનામત બિલ આજે જ રજૂ થઈ શકે

નવા સંસદ ભવનમાં પ્રથમ સત્રમાં આજે મહિલા અનામત બિલને લોકસભામાં રજૂ કરવામાં આવી શકે છે. આ બિલને કેબિનેટે ગઈકાલે સંસદના વિશેષ સત્ર દરમિયાન મંજૂરી આપી હતી. આ સાથે જ સુત્રના અનુસાર મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકાર લોકસભામાં 33 ટકા બેઠકો વધારવાનો નિર્ણય લઈ શકે છે જો આ નિર્ણય લેવામાં આવશે તો લગભગ 180થી વધુ બેઠકો વધી શકે છે અને લોકસભાની બેઠકોની સંખ્યા 545માંથી 725 સુધી પહોંચી શકે છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો