તહેવારો ટાણે ઘઉંની કિંમતો અંગે સરકારનો મોટો નિર્ણય : સ્ટોક લિમિટમાં ઘટાડો કર્યો

નવી દિલ્હી, તા.14 સપ્ટેમ્બર-2023, ગુરુવાર

ઘઉંની વધતી કિંમતો પર અંકુશ મેળવવા સરકારે મોટો નિર્ણય લીધો છે. વધતી જતી ઘઉંની કિંમતો વચ્ચે સરકારે આજે ઘઉંના વેપારીઓ, જથ્થાબંધ વેપારી અને મોટી ચેન રિટેલર પર સ્ટોક લિમિટમાં ઘટાડો કર્યો છે. સરકારે ઘઉંના જથ્થાનો સ્ટોક લિમિટ 3000 ટનથી ઘટાડી 2000 ટન કરી દીધી છે. આ નિર્ણય તાત્કાલીક અસરથી લાગુ કરવામાં આવ્યો છે.

ઘઉંના જથ્થાની સ્ટોક લિમિટ ઘટાડી 2000 ટન કરાઈ

ખાદ્ય સચિવ સંજીવ ચોપરા સરકારના આ નિર્ણયની જાહેરાત કરતા કહ્યું કે, તાજેતરમાં જ વધતી જતી ઘઉંની કિંમતને ધ્યાને રાખી અમે સ્ટોક લિમિટની સમીક્ષા કરી છે અને આજથી વેપારીઓ, જથ્થાબંધ વેપારી અને મોટી ચેન રિટેલર માટે સ્ટોક લિમિટ ઘટાડી 2000 ટન કરી દીધી છે.

3 મહિના બાદ સ્ટોક લિમિટ ઘટાડાઈ

સરકારે 12 જૂન-2023ના રોજ ઘઉંના જથ્થાનો સંગ્રહ કરવાની ક્ષમતા 3000 ટન નક્કી કરી હતી. વેચાણકર્તાઓ માત્ર 3000 ટન સ્ટોક લિમિટ રાખી શકશે તેવો નિર્ણય કરાયો હતો. ત્યારે તહેવારોની સિઝન અને વધતી જતી ઘઉંની કિંમતોને ધ્યાને રાખી સરકારે ફરી ઘઉની સ્ટોક લિમિટમાં ઘટાડો કર્યો છે અને તે ઘટાડીને 2000 ટન કરી દેવાયો છે. ઉલ્લેખનિય છે કે, છેલ્લા એક મહિનામાં એનસીડીઈએક્સ પર ઘઉંની કિંમતોમાં 4 ટકાનો વધારો થયો છે અને પ્રતિ ક્વિન્ટર ઘઉંની કિંમત રૂપિયા 2550 પર પહોંચી ગઈ છે. આ બાબત ધ્યાને આવતા સરકારે સ્ટોક લિમિટ ઘટડાવાનો નિર્ણય કર્યો છે.

દેશમાં ઘઉંની બિલકુલ અછત નહીં

દરમિયાન ચોપડાના જણાવ્યા મુજબ હાલ દેશમાં ઘઉંની બિલકુલ અછત નથી.... દેશમાં ઘઉંનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે. તેમણે કહ્યું કે, કેટલાક તત્વો કૃત્રિમ અછત ઉભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે દેશમાં ઘઉનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે