જમ્મુ-કાશ્મીરમાં 111 આતંકીઓ સક્રિય : CRPFએ 100 કોબરા કમાન્ડો ફોર્સની ખાસ યૂનિટ મોકલી

નવી દિલ્હી, તા.27 સપ્ટેમ્બર-2023, બુધવાર

જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)માં 111 આતંકવાદીઓ (Terrorists) સક્રિય હોવાનું સામે આવ્યું છે. આ આતંકવાદીઓમાં સરહદ પારથી આવેલા ઉપરાંત લોકલ આતંકીઓ પણ સામેલ છે. આ વર્ષે જમ્મુ-કાશ્મીરમાં સક્રિય આતંકવાદીઓની સંખ્યા ગત વર્ષ કરતા ઓછી છે. મળતી માહિતી મુજબ જમ્મુ-કાશ્મીરમાં કુલ 111 સક્રિય આતંકવાદીઓમાંથી 71 પાકિસ્તાની આતંકી અને 40 લોકલ આતંકી છે. માહિતી મુજબ આ વર્ષે અત્યાર સુધીમાં 38 વિદેશી આતંકવાદીઓ સહિત કુલ 47 આતંકવાદીઓ માર્યા ગયા છે. જ્યારે 204 આતંકવાદીઓને પકડવામાં આવ્યા છે.

જમ્મુ-કાશ્મીર મોકલાયા 100 કોબરા કમાન્ડો

ડેટા મુજબ વર્ષ 2022માં જમ્મુ-કાશ્મીરમાં કુલ 137 સક્રિય આતંકવાદીઓ હતા, જોકે આ વર્ષે 111 સક્રિય હોવાનું સામે આવ્યું છે. એટલે કે, આ વર્ષે જમ્મુ-કાશ્મીરમાં સક્રિય આતંકવાદીઓની સંખ્યા ગત વર્ષ કરતા ઓછી છે. દરમિયાન CRPF સૂત્રોના હવાલા મુજબ સીઆરપીએફની કોબરા કમાન્ડો ફોર્સ (Cobra Commando Force)ની એક ખાસ યુનિટને જમ્મુ-કાશ્મીરમાં મોકલાઈ હોવાનું કહેવાય છે, આ યુનિટમાં 100 કોબરા કમાન્ડો સામેલ છે.

જો આતંકીઓ વિરુદ્ધ ઓપરેશનની જરૂર પડશે તો...

કોબરા કમાન્ડોની ટીમ જમ્મુ-કાશ્મીરમાં જંગલ અને પહાડો પર છુપાઈને સુરક્ષા દળો પર હુમલા કરનારા આતંકીઓની રીતો પર વિશેષ નજર રાખી રહ્યા છે. મળતા અહેવાલો મુજબ જો ત્યાં આતંકીઓ વિરુદ્ધ ઓપરેશનની જરૂર પડશે તો કોબરા કમાન્ડો ત્યાં હાજર ફોર્સની મદદ કરશે. કોબરા કમાન્ડોએ જંગલ અને ગોરિલ્લા વૉર ફેરમાં મહારજ હાસલ કરેલી છે. છેલ્લા કેટલાક દિવસોથી આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરના જંગલો અને પહાડોમાં છુપાઈને સુરક્ષા દળો પર હુમલા કરી રહ્યા છે, તેથી જ કોબરા કમાન્ડોનો આતંકીઓ વિરુદ્ધ ઉપયોગ કરવામાં આવી શકે છે. નક્સલિઓને પહોંચી વળવા કોબરા કમાન્ડો એક ખાસ ફોર્સ છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો