મધ્યમવર્ગના લોકોનું ઘર ખરીદવાનું સપનું થશે સાકાર, ચૂંટણી પહેલા મોદી સરકારનો બનાવ્યો આ પ્લાન !
નવી દિલ્હી, તા.25 સપ્ટેમ્બર-2023, સોમવાર
ઘણા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી ત્યારબાદ લોકસભા ચૂંટણી આવી રહી છે, ત્યારે તે પહેલા મધ્યવર્ગના લોકોનું ઘર ખરીદવાનું સપનું સાકાર થશે. ચૂંટણી પહેલા મોદી સરકારે હાઉસિંગ લોન સબસિડી લાવવાની યોજના બનાવી છે, જો તે ખરેખર બદલાશે તો 50 લાખ રૂપિયાથી ઓછી હોમ લોન પરના વ્યાજમાં વધુમાં વધુ 9 લાખ રૂપિયા સુધીની છુટ મળી શકે છે.
સબસિડી પર 60,000 કરોડ રૂપિયા ખર્ચ કરવાની યોજના
મોદી સરકાર હાઉસિંગ લોન સબસિડી પર 60,000 કરોડ રૂપિયા ખર્ચ કરવાની યોજના બનાવી રહી છે. સ્મૉલ અર્બન હાઉસિંગ આ યોજનાના કેન્દ્રમાં હશે. જેના પર સરકાર આગામી પાંચ વર્ષ માટેની હોમ લોન પર વ્યાજમાં છુટની ઓફર આપી શકે છે. હોમ લોન લેનાર લગભગ 25 લાખ લોકોને આ યોજનાનો લાભ મળવાની સંભાવના છે.
હોમ લોન પર વ્યાજમાં આ રીતે મળશે છૂટનો ફાયદો
એજન્સીએ સૂત્રોના હવાલાથી અહેવાલ આપ્યો છે કે, બેંક આવનારા કેટલાક મહિનાઓમાં આ યોજનાની શરૂઆત કરી શકે છે. જો કોઈ વ્યક્તિ આ યોજના હેઠળ 20 વર્ષના સમયગાળા માટે 50 લાખ અથવા તેનાથી ઓછી હોમ લોન લેશે, ત્યારે જ તેને યોજનાનો લાભ મળશે. યોજના હેઠળ હોમ લોન પરના વાર્ષિક વ્યાજમાં છુટ મલશે, જે 3થી 6.5 ટકા સુધી અને વધુમાં વધુ 9 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે. સૂત્રો તરફથી મળેલી જાણકારી મુજબ સરકાર તરફથી અપાયેલ છુટની રકમ લાભાર્થીના હોમ લોન એકાઉન્ટમાં જમા કરવામાં આવશે. હજુ આ મામલે મંત્રી મંડળની મંજુરી મળવાની બાકી છે, આ યોજના 2028 સુધી લાગુ પડી શકે છે.
Comments
Post a Comment