MP Election 2023: રાહુલ ગાંધી આજે મધ્યપ્રદેશની મુલાકાતે, શાજાપુરમાં જાહેરસભાને સંબોધશે


MP Election 2023: મધ્યપ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી  (Assembly elections) માટે રાજકીય પક્ષોનો પ્રચાર તેજ થઈ ગયો છે ત્યારે આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મધ્યપ્રદેશના (Rahul gandhi will visit madhya pradesh) કાલાપીપલ વિધાનસભા મતવિસ્તારના પોલાઈકલાનમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં જોડાશે અને અહીં શાજાપુરમાં જાહેરસભાને (Will address rally) પણ સંબોધશે.

રાહુલ તેમના પ્રચારની શરૂઆત કાલાપીપલથી કરશે

મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની માટે કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી હાલમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજ્યોની મુલાકાતે છે ત્યારે આજે તેઓ મધ્યપ્રદેશના પ્રવાસે પહોંચી રહ્યા છે. રાહુલ આજે શાજાપુરના કાલાપીપલમાં કાઢવામાં આવી રહેલી પાર્ટીની જન આક્રોશ યાત્રામાં જોડાશે ત્યાર બાદ તેઓ એક જનસભાને પણ સંબોધિત કરશે. રાહુલ ગાંધીની સાથે પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને કોંગ્રેસના ઘણા નેતાઓ પણ આ કાર્યક્રમમાં (Many Congress leaders will also attend the event) ઉપસ્થિત રહેશે. 

રાહુલની ચૂંટણી માટે MPમાં પ્રથમ પ્રવાસ

મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ રાહુલ ગાંધી આજે લગભગ 10.30 વાગે ઈન્દોર (Rahul Gandhi will reach Indore today at around 10.30 am) પહોંચશે. વિધાનસભા ચૂંટણી પ્રચારના ભાગરૂપે આ મધ્યપ્રદેસમાં તેમની પ્રથમ સાંસદ મુલાકાત છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસ સારું પ્રદર્શન કરી શકી ન હતી.

બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો