US રાષ્ટ્રપતિ બાયડેન મોટી મુશ્કેલીમાં, 'મહાભિયોગ' ચલાવવાની સ્પીકરેે આપી મંજૂરી, જાણો મામલો
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેન G20 સમિટમાંથી પરત ફરતાની સાથે જ મુશ્કેલીમાં મુકાયા છે. હાઉસ સ્પીકર મેકકાર્થીએ તેમની સામે મહાભિયોગની તપાસ શરૂ કરવાની મંજૂરી આપી છે. સ્પીકરે કહ્યું કે તેઓ ગૃહની એક સમિતિને બાયડેન પરિવાર સામે તેમના વ્યાપારિક ડીલ અંગે તેમની સામે મહાભિયોગની તપાસ શરૂ કરવા નિર્દેશ આપી રહ્યા છે. રિપબ્લિકન હાઉસના સ્પીકર કેવિન મેકકાર્થીએ આ પગલું ભર્યું હતું. 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા સ્પીકરનું આ ઐતિહાસિક પગલું ડેમોક્રેટિક પાર્ટીને ભારે પડી શકે છે.
બાયડેન સામે શું છે આરોપ?
જો બાયડેન પર આરોપ છે કે તેઓ 2009 થી 2017 દરમિયાન અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ હતા ત્યારે તેમના પુત્ર હન્ટર બાયડેનને વિદેશી વેપારમાં ફાયદો કરાવ્યો હતો. રિપબ્લિકન્સે આ વર્ષે ઘણા મહિનાઓ સુધી આ અંગે તપાસ હાથ ધરી હતી, પરંતુ બાડેન વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા ન હતા. મેકકાર્થીએ કહ્યું કે જ્યાં પુરાવા અમને લઈ જશે અમે ત્યાં જઈશું. સ્પીકર મેકકાર્થીએ કહ્યું, આ સત્તાના દુરુપયોગ અને ભ્રષ્ટાચારના આરોપો છે જેના માટે ગૃહ દ્વારા વધુ તપાસ કરાવાની જરૂર છે. આજે હું અમારી ગૃહ સમિતિને રાષ્ટ્રપતિ બાયડેન સામે મહાભિયોગની તપાસ શરૂ કરવા નિર્દેશ આપી રહી છું.
ટ્રમ્પ પણ મહાભિયોગનો સામનો કરી ચૂક્યા છે
અહેવાલ અનુસાર, અગાઉ જ્યારે 2019 અને 2021માં ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો, ત્યારે ઘણા રિપબ્લિકન ગુસ્સે થયા હતા. કેટલાક રિપબ્લિકન કહે છે કે તેઓ મેકકાર્થીને ગૃહના લીડરની પોસ્ટથી દૂર કરવાનો પણ પ્રયાસ કરશે જો તે બાયડેન પર મહાભિયોગ કરવા આગળ નહીં વધે.
Comments
Post a Comment