આજથી સંસદનું 5 દિવસીય સત્ર શરૂ થશે, અનેક બિલ રજૂ કરાશે, વિપક્ષ અને સરકારે કમર કસી
સંસદનું પાંચ દિવસનું વિશેષ સત્ર આજથી શરૂ થવા જઈ રહ્યું છે. સંસદના પ્રથમ દિવસની કાર્યવાહી જૂના સંસદ ભવનથી થશે જ્યારે બીજા દિવસની કાર્યવાહી નવા સંસદ ભવનમાં થશે. વિશેષ સત્ર માટે સરકારે મહત્વની તૈયારીઓ કરી છે.
સંસદની 75 વર્ષની સફર પર ચર્ચા થશે
અહેવાલ અનુસાર પાંચ દિવસીય વિશેષ સત્રના પહેલા દિવસે સંસદની 75 વર્ષની સફર પર ચર્ચા કરવામાં આવશે. સંસદીય બુલેટિન અનુસાર પ્રથમ દિવસે સંસદીય સફરની 75 વર્ષની ઉપલબ્ધિઓ, અનુભવો, યાદો અને પાઠ વિશે ચર્ચા કરવામાં આવશે.
આ બિલો રજૂ કરાશે
આ સાથે પાંચ દિવસના સત્રમાં પોસ્ટ ઓફિસ બિલ 2023, મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક સાથે સંબંધિત બિલ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત એડવોકેટ્સ (એમેન્ડમેન્ટ) બિલ 2023 અને પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન ઑફ પીરિયોડિકલ બિલ પણ રજૂ કરવામાં આવનાર છે.
વિશેષ સત્ર પાંચ દિવસ સુધી ચાલશે
માહિતી અનુસાર 18 થી 22 સપ્ટેમ્બર સુધી ચાલનારા સંસદના વિશેષ સત્રના છેલ્લા ત્રણ દિવસોમાં જ સરકાર આ બિલોને ગૃહમાં રજૂ કરશે. ભાજપે સંસદના વિશેષ સત્ર માટે લોકસભા અને રાજ્યસભાના તેના તમામ સાંસદોને વ્હિપ જારી કરી દીધો છે.
Comments
Post a Comment