મહારાષ્ટ્રમાં લિવ-ઈન-પાર્ટનરની થઈ હત્યા, મૃતદેહ સૂટકેસમાં ભરીને ગુજરાતમાં ફેંક્યો, મામલો હચમચાવી દેનારો

મુંબઈ/વાપી, તા.12 સપ્ટેમ્બર-2023, મંગળવાર

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ધ્રુજાવી નાખતો હત્યાનો મામલો સામે આવ્યો છે. અહીં 43 વર્ષના એક વ્યક્તિએ તેની 28 વર્ષીય લિવ-ઈન-પાર્ટનરની હત્યા કરી છે.... એટલું જ નહીં હત્યા બાદ લાશને સૂટકેસમાં ભરી ગુજરાતના વાપીમાં ફેંકવા આવ્યો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. હાલ નાયગાંવ પોલીસ વધુ તપાસ કરી રહી છે.

હત્યારા પતિને પત્નીએ આપ્યો સાથ

પોલીસે જણાવ્યું કે, લાશને ઠેકાણે લગાવવામાં હત્યારા પતિને મદદ કરનાર પત્નીની પણ ધરપકડ કરવામાં આવી છે. હજુ સુધી મહિલાનો મૃતદેહ મળ્યો નથી. પોલીસે કહ્યું કે, યુવતીની હત્યા 9થી 12 ઓગસ્ટ વચ્ચે થઈ છે અને હજુ સુધી 28 વર્ષિક મહિલાનો મૃતદેહ મળ્યો નથી. વસઈના મદદનીશ પોલીસ કમિશનર પદ્મજા વાડેએ કહ્યું કે, પાલઘરના વસઈ વિસ્તારમાં રહેતા આરોપીની આજે ધરપકડ કરવામાં આવી છે.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતી હતી મૃતક મહિલા

મૃતક મહિલા ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતી મેકઅપ આર્ટિસ-કમ-હેયર ડ્રેસર નૈના મહત હોવાનું કહેવાય છે. જ્યારે આરોપીની ઓળખ કોસ્ચ્યૂમ ડિઝાઈનર મનોહર શુક્લાના રૂપે થઈ છે. પોલીસે કહ્યું કે, નૈનાની મોટી બહેન જયા મહતે ફરિયાદ કરી હતી, જેના આધારે મનોહર શુક્લા વિરુદ્ધ હત્યા અને પુરાવાઓનો નાશ કરવાના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો છે.

યુવતી લગ્ન કરવા દબાણ કરતા પાર્ટનરે હત્યા કરી

પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, યુવતી નૈના મનોહર શુક્લાને લગ્ન કરવા દબાણ કરી રહી હતી... જ્યારે મનોહરે લગ્ન કરવાની ના પાડી તો નૈનાએ તેની સામે ગુનાહિત ફરિયાદ પણ નોંધાવી હતી. મનોહરે નૈનાને ફરિયાદ પરત લેવા કહ્યું, પરંતુ તેણે ઈન્કાર કરતા મનોહરે તેણી હત્યા કરી દીધી. શુક્લા અને તેની પત્નીની આજે ધરપકડ કરવામાં આવી છે.

યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પાર્ટનર ગુસ્સે ભરાયો

નાયગાંવ પોલીસ સ્ટેશનના ઈન્ચારે જણાવ્યું કે, યુવતીના પરિવારે 14મી ઓગસ્ટે ગુમ થયાની પરિયાદ નોંધાવી હતી. પરિવારને આશંકા હતી કે, આરોપીએ મૃતદેહને ગુજરાતના વાપી શહેરમાં ઠેકાણે લગાવી દીધો છે. પોલીસ કમિશનરે કહ્યું કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા આરોપી ગુસ્સામાં આવી ગયો હતો. તેમણે કહ્યું કે, ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનાહિત કેસ નોંધવામાં આવ્યો હતો. યુવતીએ ફરિયાદ પરત લેવાનો ઈન્કાર કરી દીધો હતો, જેના કારણે પાર્ટનરે કથિત રીતે તેણીની હત્યા કરી દીધી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો