વિવાદ વચ્ચે ટ્રુડો સરકારને મોટો આંચકો, કેનેડાના પ્રથમ શીખ સેનેટ સરબજીત મરવાહે આપ્યું રાજીનામુ

કેનેડા ભારત (canada India Controversy) વચ્ચે વધી રહેલા તણાવ દરમિયાન કેનેડિયન સેનેટમાંથી ભારતીય મૂળના સરબજીત સિંહ મરવાહે (Sarabjit Singh Marwah) રાજીનામાની જાહેરાત કરી દેતાં ટ્રુડો સરકારને મોટો આંચકો લાગ્યો છે. કેનેડિયન સેનેટમાં નિમણૂક પામનારા મરવાહ પ્રથમ શીખ હતા અને તેમનો કાર્યકાળ 2026 સુધીનો હતો. જસ્ટિન ટ્રુડો (justin Trudeau) એ તેમની સેનેટમાં નિમણૂક કરી હતી. 

કોણ છે સરબજીત મરવાહ? 

સરબજીત મરવાહનો જન્મ પ.બંગાળના કોલકાતામાં થયો હતો. તે દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજ અને દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સના પૂર્વ વિદ્યાર્થી છે અને તેમની પાસે કેલિફોર્નિયા યુનિવર્સિટીથી એમબીએની ડિગ્રી છે.  70ના દાયકાના અંતે મારવાહ એક નાણાકીય વિશ્લેષક તરીકે સ્કોટિયા બેન્કમાં જોડાયા અને પછી તે બેન્કના સીઓઓ બની ગયા. તમણે ટોરેન્ટો સ્ટાર દૈનિક, ટોરેન્ટો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ જેવા અનેક કેનેડિયન સંસ્થાનોના બોર્ડમાં કામ કર્યું છે. 

રાજીનામાનું કારણ સામે ન આવ્યું

માહિતી અનુસાર 10 નવેમ્બર 2016ના રોજ તેમણે આ પદ સંભાળ્યું હતું. જોકે તેમણે રાજીનામુ કેમ  આપી દીધું તેનું કારણ હજુ અકબંધ છે. તેના વિશે તેમણે કોઈ માહિતી આપી નથી પણ ભારત અને કેનેડા વચ્ચે તણાવની સ્થિતિ દરમિયાન આ રાજીનામુ ચર્ચાનો વિષય બની ગયો છે. 


બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો