લોકસભા બાદ રાજ્યસભામાં મહિલા અનામત બિલ પાસ, પક્ષમાં પડ્યા 215 વોટ


ગઈકાલે લોકસભામાં ઈતિહાસ સર્જાયો છે. કેન્દ્ર સરકારે મંગળવારે લોકસભામાં મહિલા અનામત (નારી શક્તિ વંદન) બિલ રજૂ કર્યું હતું. ત્યારે ગઈકાલે ચર્ચા બાદ મહિલા અનામત બિલ પર ચિઠ્ઠીઓથી મતદાન થયું હતું. સાંસદોએ વોટિંગ કર્યું હતું, જેમાં મહિલા અનામત બિલ બહુમતિથી પસાર થયું છે. લોકસભામાં બે-તૃત્યાંશ બહુમતિથી બિલ પાસ થયું હતું. ત્યારબાદ આજે આ બિલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું અને રાજ્યસભામાં ભારે ચર્ચા બાદ પસાર થયું. રાજ્યસભામાં બિલની તરફેણમાં 215 સભ્યોએ મતદાન કર્યું હતું. હવે રાષ્ટ્રપતિ દ્વારા આ બિલ પર સહી કરતા જ તે કાયદા તરીકે અમલમાં મુકાશે.

મહિલા અનામત બિલ પાસ થયા બાદ 2029 પહેલા નહીં થાય લાગૂ? જાણો આ બિલ અંગે બધુ જ

મહિલા અનામત બિલ શું છે?

છેલ્લા 27 વર્ષથી આ બિલની માંગ કરવામાં આવી રહી છે. મહિલા અનામત બિલ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા સીટ અનામત રાખવાનો પ્રસ્તાવ મૂકે છે. જેમાં અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ માટે અનામતમાં એક તૃતિયાંશ સીટમાં SC અને ST સમુદાયની મહિલાઓ માટે અનામત થઇ જશે. આ અનામત રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં અલગ અલગ ક્ષેત્રમાં રોટેશન પ્રક્રિયા મુજબ ફાળવવામાં આવશે. આ સુધારો અધિનિયમ લાગુ થયાના 15 વર્ષ બાદ મહિલાઓ માટે અનામત ખતમ થઈ જશે.

આ બિલમાં એક પ્રસ્તાવ એવો પણ છે કે લોકસભાની દરેક ચુંટણી બાદ અનામત બેઠકને રોટેટ કરવામાં આવવી જોઈએ. અનામત સીટ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશના વિભિન્ન   નિર્વાચન ક્ષેત્રમાં રોટેશન પ્રક્રિયાથી વહેચણી કરવામાં આવી શકે છે.

2029 પહેલા દેશમાં આ બિલ નહિ થઇ શકે લાગુ ?

મહિલા અનામત બિલ પાસ થયા બાદ પણ પુરા દેશમાં વર્ષ 2029માં લાગુ થશે. કારણે કે તેના માટે લોકસભાની સીટો પર પરમીશનની શરતો રાખવામાં આવી છે. આ પરમીશન માટે બંધારણીય પ્રક્રિયાની શરૂઆત થયા બાદ ઓછામાં ઓછા બે વર્ષ લાગશે. આ ઉપરાંત એ બાબત પણ નક્કી નથી કે પરમીશન પ્રોસેસ પૂરી થયા બાદ વિધાનસભાની ચુંટણી થાય ત્યારે જે તે રાજ્યમાં આ પ્રાવધાન લાગુ પડે કે કેમ? તેમાં અનામત ક્વોટાની વ્યવસ્થા કેવી હશે? અનુસુચિત જાતી અને અનુસુચિત જનજાતી તેમજ OBC માટેનો ક્વોટામાં મહિલાઓને અનામતના લાભની પ્રક્રિયા શું હશે? આ ઉપરાંત ઘણી અન્ય કાનૂની અને બંધારણીય સમસ્યાઓ હશે. 


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે