તેલંગાણા જીતવા માટે કોંગ્રેસે ચાલ્યો મોટો દાંવ, સોનિયા ગાંધીએ 6 ગેરેન્ટીની કરી દીધી જાહેરાત

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ હૈદરાબાદ પાસે એક રેલીને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે વિધાનસભા ચૂંટણી પહેલા તેલંગાણા માટે 6 ગેરેન્ટીઓની જાહેરાત કરી. તેમણે કહ્યું કે, મને પોતાના સહયોગીઓ સાથે આ મહાન રાજ્ય તેલંગાણાના જન્મનો ભાગ બનવાનો અવસર મળ્યો. હવે તેને નવી ઉંચાઈઓ પર લઈ જવાનું અમારું કર્તવ્ય છે. તેમણે કહ્યું કે, તેલંગાણામાં કોંગ્રેસ સરકાર જોવી મારું સપનું છે, જે સમાજના તમામ વર્ગો માટે કામ કરશે.

સોનિયાએ એલાન કર્યું કે, મહાલક્ષ્મી યોજના હેઠળ દર મહિને 2500 રૂપિયની નાણાકીય સહાય આપશે. સાથે જ કહ્યું કે, જો તેલંગાણામાં અમારી સરકાર આવશે તો સરકારી બસોમાં મહિલાઓ માટે મફત મુસાફરી ઉપલબ્ધ કરાવશે. કોંગ્રેસે આ મોટા ચૂંટણી વચન આપ્યા.

1. મહાલક્ષ્મી ગેરેન્ટી

- મહિલાઓને દર મહિને 2,500 રૂપિયાની નાણાકીય સહાય
- 500 રૂપિયામાં LPG ગેસ સિલિન્ડર
- RTC બસોમાં મફત મુસાફરી

2. રાયથુ ભરસા ગેરેન્ટી

- ખેડૂતોને વાર્ષિક 15,000ની નાણાકીય સહાય
- ખેત મજૂરોને 12,000ની સહાયતા

- અનાજના પાક પર 500 રૂપિયાનું બોનસ

3. ગૃહ જ્યોતિ ગેરેન્ટી

- તમામ ઘરોને 200 યૂનિટ મફત વીજળી

4. ઈન્દિરમ્મા ઈંદુ ગેરેન્ટી

- જેમની પાસે પોતાનું ઘર નથી, તેમને મકાન અને 5 લાખ રૂપિયા આપવામાં આવશે.
- તેલંગાણા આંદોલન સેનાનીઓને 250 વર્ગ યાર્ડના પ્લોટ મળશે

5. યુવા વિકાસમ

- વિદ્યાર્થીઓને 5 લાખ રૂપિયાના વિદ્યા ભરોસા કાર્ડ આપવામાં આવશે
- તમામ મંડળમાં એક તેલંગાણા ઈન્ટરનેશનલ સ્કૂલ હશે

6. ચેયુથા

- 4000 રૂપિયાનું માસિક પેન્શન
- 10 લાખ રૂપિયાનો રાજીવ આરોગ્યશ્રી વીમો મળશે

સ્વર્ણિમ તેલંગાણાનું સપનું સકાર કરવાનો સમયઃ કોંગ્રેસ

ત્યારે, CWCની બેઠકમાં મતદાતાઓને અપીલ કરવામાં આવી છે કે, 'બંગારૂ' (સ્વર્ણિમ) તેલંગાણાના સપનાને ફરીથી સાકાર કરવા અને તેલંગાણાના લોકોને તે ભવિષ્ય આપવાનો સમય છે, જેના તેઓ હકદાર છે. કોંગ્રેસે કહ્યું કે, 2014માં તેલંગાણા રાજ્યનું નિર્માણની સાથે તેલંગાણાના લોકોનો સંઘર્ષ સફળ થયો હતો. પાર્ટીએ કહ્યું કે, તેલંગાણાના લોકો એક 'બંગારૂ' તેલંગાણાની આશા અને કામના કરતા હતા.

'દિલ્હી અને હૈદરાબાદ સરકારે આપ્યો દગો'

CWCએ પોતાના નિવેદનમાં તેલંગાણા રાજ્યની રચના દરમિયાન કોંગ્રેસની મહત્વની ભૂમિકાને યાદ કરી. તેમણે દાવો કર્યો કે, જે સપના માટે લોકોએ તેલંગાણા માટે લડાઈ લડી તે અધૂરી રહી ગઈ છે. પાર્ટીએ કહ્યું કે, તેલંગાણાની રચનાના 9 વર્ષ બાદ CWC આ અનુભવે છે કે, સ્વર્ણિમ તેલંગાણાનું સપનું અધુરું રહી ગયું છે. કારણ કે, અહીંના લોકોને દિલ્હી અને હૈદરાબાદ બંને સરકારોએ દગો આપ્યો છે.

કોંગ્રેસના KCR પર પ્રહાર

કોંગ્રેસે કહ્યું કે, મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ અને તેમના પરિવારના પરિવારિક શાસન સ્થાપિત કરી લીધું છે અને લોકોના અવાજ નથી સાંભળી રહ્યા. સોનેરી ભવિષ્યના વચનના બદલે, તેમણે નિઝામોની જેમ શાસન કરીને રાજ્યને ભૂતકાળમાં ધકેલી દીધું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કોંગ્રેસે આ કુશાસન વિરૂદ્ધ એક જન સંપર્ક કાર્યક્રમ શરૂ કરી દીધો છે, જેની શરુઆત ભારત જોડો યાત્રાથી થઈ છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો