ઓસ્ટ્રેલિયા સીરીઝ માટે ભારતીય ટીમનું એલાન, રોહિત-કોહલીને આરામ, કે.એલ રાહુલ બન્યા કેપ્ટન

ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપ 2023માં ચેમ્પિયન બની છે. જેમાં ભારતે શ્રીલંકાને 50 રનથી હરાવ્યું હતું. ત્યારે હવે ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામે પોતાના ઘરમાં 3 મેચોની વનડે સીરીઝ રમાવાની છે.

આ સીરીઝ બાદ પોતાના જ ઘરમાં ભારતીય ટીમને વનડે વર્લ્ડ કપ 2023 રમાવાની છે. વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પોતાની 15 ખેલાડીઓની ટીમ પહેલા જ જાહેર કરી દીધી છે હવે BCCIએ ઓસ્ટ્રેલિયાની સામે સીરીઝ માટે પણ પોતાની ટીમનું એલાન કરી દીધું છે.

રોહિત-કોહલી અને પંડ્યાને આરામ

BCCI સિલેક્શન કમિટીએ ઓસ્ટ્રેલિયન સીરીઝની શરુઆત 2 મેચોમાં કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને આરામ આપ્યો છે. તેની જગ્યાએ કે.એલ. રાહુલને કમાન સોંપવામાં આવી છે. જ્યારે જાડેજાને વાઈસ કેપ્ટન બનાવાયો છે. સાથે જ ભારતીય ટીના અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન, વોશિંગ્ટન સુંદર અને ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાની વાપસી થઈ છે.

સીરીઝની પહેલી બે વનડે માટે ભારતીય ટીમ

કે.એલ. રાહુલ (કેપ્ટન, વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા (વાઈસ કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), શાર્દુલ ઠાકુર, વોશિંગ્ટન સુંદર, રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા.

ભારત-ઓસ્ટ્રેલિયા વનડે સીરીઝનું શેડ્યુલ

  • પહેલી વનડે - 22 સપ્ટેમ્બર - મોહાલીટ
  • બીજી વનડે - 24 સપ્ટેમ્બર - ઈન્દોર
  • ત્રીજી વનડે - 27 સપ્ટેમ્બર - રાજકોટ

ODI શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાની ટીમ

મહત્વનું છે કે, કાંગારૂઓએ ગઈકાલે જ ટીમની જાહેરાત કરી દીધી હતી. ઓસ્ટ્રેલિયાએ રવિવારે 18 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. જેમાં પેટ કમિન્સ (કેપ્ટન), સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર, માર્નસ લેબુશેન, એલેક્સ કેરી, સીન એબોટ, નાથન એલિસ, કેમેરોન ગ્રીન, જોશ હેઝલવુડ, જોશ ઈંગ્લિસ, સ્પેન્સર જોન્સન, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, તનવીર સંઘા, મેથ્યુ શોર્ટ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઇનિસ, એડમ ઝમ્પા સામેલ છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો