ભારત-સાઉદી અરેબિયાની મિત્રતા જોઈ દુઃખી થયું પાકિસ્તાન, કહ્યું ‘...તેમનાથી આગળ હતા હવે ભીખ માંગી રહ્યા છે’
નવી દિલ્હી, તા.11 સપ્ટેમ્બર-2023, સોમવાર
ભારતની યજમાની હેઠળ યોજાયેલ G20 શિખર સંમેલનનું તાજેતરમાં જ ભવ્યાતીભવ્ય સમાપન થયું છે... વિશ્વભરમાં તેની પ્રશંસા પણ થઈ રહી છે... સંમેલનમાં ઘણા દેશોના વડાઓ આવ્યા હતા... દરમિયાન સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન હજુ પણ ભારતની રાજકીય મુલાકાતે છે. હાલ તેમની મુલાકાત હૈદરાબાદ હાઉસમાં વડાપ્રધાન મોદી સાથે થઈ રહી છે. સાઉદી પ્રિન્સની મુલાકાત દરમિયાન ભારત સાથે ઘણા મુખ્ય સમજુતી કરારો થયા છે. તો બીજીતરફ ભારત-સાઉદી અરેબિયાની મિત્રતાની અસર છેક પાકિસ્તાનમાં જોવા મળી રહી છે. દરમિયાન રિયાદ સ્થિત પાકિસ્તાની ડિપ્લોમેટ પ્રિન્સ વહિવટીતંત્રને સતત કહેતા રહ્યા છે કે, મોહમ્મદ બિન સલમાન, ભલે થોડી મિનિટો માટે પણ ઈસ્લામાબાદ જરૂર આવો...
વિશ્વ પાસે લોન મેળવવા પાકિસ્તાનના ધમપછાળા
પાકિસ્તાની પત્રકાર કામરાન યુસૂફ એક્સપ્રેસ ટ્રિબ્યૂનમાં એક લેખમાં જણાવાયું છે કે, એક સમય હતો જ્યારે પાકિસ્તાનના પ્રત્યેક વ્યક્તિની આવક ભારતથી વધુ હતી... હાલના સમયમાં વિશ્વ પાસે લોન મેળવવા પાકિસ્તાન ધમપછાળા કરી રહ્યું છે... એક સમયે ઈસ્લામિક દેશોના સંગઠનની આગેવાની સાઉદી અરેબિયા કરતું હતું અને તેનું નિયંત્રણ પાકિસ્તાનમાં હાથમાં હતું. વિશ્વભરના નેતાઓ જ્યારે દક્ષિણ એશિયાના પ્રવાસે આવતા ત્યારે પાકિસ્તાનની અચુક મુલાકાત લેતા, ત્યારે સાઉદી પ્રિન્સ પાકિસ્તાન આવ્યા વગર જ ભારત જતા રહ્યા...
‘ભારત પોતાને આર્થિકરીતે મજબૂત કરતું આગળ વધ્યું’
કામરાને કહ્યું કે, 9/11 હુમલા બાદ અમેરિકાએ ભારત અને પાકિસ્તાન વચ્ચે સમજુતી કરાવી હતી. આ દરમિયાન અમેરિકાએ પાકિસ્તાનની ખુબ આર્થિક મદદ કરી... તો બીજી તરફ ભારત પોતાને આર્થિકરીતે મજબૂત કરતું આગળ વધ્યું... જ્યારે 21મી સદીમાં ચીનનો ઉદય થયો ત્યારે અમેરિકાના પ્રભુત્વને સીધો ખતરો ઉભો થયો અને અમેરિકાએ દક્ષિણ એશિયામાં પોતાના પ્રભુત્વને જાળવી રાખવા ભારતનો સાથ લેવો પડ્યો... કામરાને કહ્યું કે, ભારત આજે વિશ્વની બદલાયેલી ભૌગોલિક રાજકીય વ્યવસ્થામાં અમેરિકા અને યુરોપીયન દેશોનો મુખ્ય મિત્ર બની ગયો છે.
ગલ્ફ દેશોએ ભારત સાથે વેપાર કરવા મજબૂત થયા
કામરાને કહ્યું કે, ભારતનું અર્થતંત્ર સતત વિકસીત થવાથી ગલ્ફ દેશો ભારત સાથે વેપાર કરવા મજબુર થઈ ગયા. તેમણે કહ્યું કે, પાકિસ્તાન ભલે ભારતની મજાક ઉડાવી લે, પરંતુ આ મજાક કરવાથી વાસ્તવિકતા બદલવાની નથી... એકતરફ ભારત સતત પ્રગતિ કરી રહ્યું છે, તો બીજીતરફ પાકિસ્તાન વિશ્વ સામે ભીખ માંગી રહ્યું છે. તેમણે કહ્યું કે, આજના સમયમાં પાકિસ્તાને આત્મમંથન કરવાની જરૂર છે.
Comments
Post a Comment