IND vs BAN : બાંગ્લાદેશનો 6 રને વિજય, ભારતીય ટીમ ઓલઆઉટ, ગીલ-અક્ષરનું શ્રેષ્ઠ પ્રદર્શન
Image - espncricinfo |
કોલંબો, તા.15 સપ્ટેમ્બર-2023, શુક્રવાર
કોલંબોના આર. પ્રેમાદાશા સ્ટેડિયમમાં રમાઈ રહેલી એશિયા કપ-2023ની સુપર-3ની છેલ્લી મેચમાં બાંગ્લાદેશનો ભારત સામે 6 રને વિજય થયો છે. બાંગ્લાદેશે ભારતને જીતવા માટે 266 રનનું લક્ષ્યાંક આપ્યું હતું, જેના જવાબમાં ભારતીય ટીમ 49.5 ઓવરમાં 259 રને ઓલઆઉટ થઈ ગઈ છે. બાંગ્લાદેશે 50 ઓવરમાં 8 વિકેટે 265 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી શાકીબ અલ હસને 85 બોલમાં 6 ફોર અને 3 સિક્સ સાથે 80 રન, તૌહીદ હેરદોયે 81 બોલમાં 5 ફોર અને 2 સિક્સ સાથે 54 રન, નસુમ અહેમદે 45 બોલમાં 6 ફોર અને 1 સિક્સ સાથે 44 રન બનાવ્યા છે. તો ભારત તરફથી સૌથી વધુ શુભમન ગીલે 133 બોલમાં 8 ફોર અને 5 સિક્સ સાથે 121 રન જ્યારે અક્ષર પટેલે 34 બોલમાં 3 ફોર અને 2 સિક્સ સાથે 42 રન ફટકાર્યા હતા.
ભારતીય ટીમનો સ્કોર
રોહિત શર્મા 0 રન, શુભમન ગીલ 121 રન, તિલક વર્મા 5 રન, કે.એલ.રાહુલ 19 રન, ઈશાન કિશન 5 રન, સુર્યકુમાર યાદવ 26 રન, રવિન્દ્ર જાડેજા 7 રન, અક્ષર પટેલ 42 રન, સાર્દુર ઠાકુર 11 રન, મોહમ્મદ શામી 6 રન, પ્રસિદ્ધ ક્રિશ્ના અણનમ 0 રન...
મુઝફ્ફીર રહેમાનની 3 વિકેટ
બાંગ્લાદેશ તરફથી સૌથી વધુ મુજફ્ફીર રહેમાને 3 વિકેટ, જ્યારે તનજીમ હસન સાકીબ અને મહેંદી હસનની 2-2 વિકેટ, શાદિબ અલ હસન અને એમ.હસન મિરજાની 1-1 વિકેટ
• બાંગ્લાદેશનો સ્કોર - 50 ઓવરમાં 265/8
શાર્દુલ ઠાકુરની 3 વિકેટ
ભારત તરફથી સૌથી વધુ શાર્દુલ ઠાકુરની 3 વિકેટ, મોહમ્મદ શામીની 2 વિકેટ, જ્યારે પ્રસિદ્ધ ક્રિશ્ના, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાની 1-1 વિકેટ
ભારતે ટોસ જીતીને બોલિંગનો નિર્ણય કર્યો હતો
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમમાં 5 ફેરફાર કરવામાં આવ્યા હતા, જેમાં વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવને આરામ આપવામાં આવ્યો હતો, જ્યારે તેના સ્થાને તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા, શાર્દુલ ઠાકુર તેમજ મોહમ્મદ શમીને લેવાયા હતા.
એશિયા કપની ફાઈનલમાં ભારત
ભારતની ટીમે ટુર્નામેન્ટની ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. એશિયા કપ-2023માં ભારતની આ પાંચમી મેચ છે, જેનામાં ભારતને 6 રને પરાજય થયો છે. આ પહેલા ભારતે નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકાને હરાવ્યું હતું, જ્યારે પાકિસ્તાન સામેની પહેલી મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી.
ભારત અન બાંગ્લાદેશ વચ્ચે હેડ ટુ હેડ ટક્કર
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજની વન-ડેમાં સહિત અત્યાર સુધીમાં કુલ 41 મેચ રમાઈ હતી, જેમાં ભારતનો 31 વન-ડેમાં વિજય થયો છે જ્યારે બાંગ્લાદેશનો 8 મેચમાં વિજય થયો છે, જ્યારે બે મેચ અનિર્ણિત રહી છે. એશિયા કપની વાત કરવામાં આવે તો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અત્યાર સુધીમાં 13 મેચ રમાઈ છે જેમાં ભારતનો 11માં જ્યારે બાંગ્લાદેશનો 2 મેચમાં વિજય થયો છે.
Comments
Post a Comment