PM મોદીએ નારી શક્તિ વંદન કાર્યક્રમમાં કહ્યું, મહિલા આરક્ષણ બિલ બહેનોએ મોકલેલી રાખડીની ભેટ
અમદાવાદઃ વડાપ્રધાન મોદી ગુજરાત પધાર્યા છે. (PM Modi)સંસદમાં મહિલા આરક્ષણ બિલ ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ પાસ થયા બાદ તેમનો આ પ્રથમ ગુજરાત પ્રવાસ છે. (Women's Reservation Bill)પીએમ મોદીનું અભિવાદન કરવા અમદાવાદ શહેર ભાજપ દ્વારા ‘નારી શક્તિ વંદન અભિનંદન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. (Gift of Rakhi)આ કાર્યક્રમમાં સીએમ ભુપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, અમદાવાદના મેયર પ્રતિભા જૈન સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યાં હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત હજારો બહેનોને વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યું હતું આ સાથે જ વિપક્ષ પર પ્રહારો કર્યા હતા.
આઝાદી પછી નારી શક્તિ સાથે ન્યાય નથી થયો
વડાપ્રધાને તમામ માતા બહેનોને નમન કરતા કહ્યું, માતા બહેનોના આશીર્વાદ મળે તેનાથી મોટી સૌભાગ્ય શું હોય. આજે મને તમારા બધાના મોઢા પર ખુશી જોવા મળી રહી છે. તમે તમારા ભાઈ અને દીકરાને જે કામ માટે વિશ્વાસ કરી દીકરાને મોકલ્યો તે દીકરાએ કામ કર્યું, હંમેશની જેમ તમે રક્ષાબંધન પર ઘણી રાખડીઓ મળી હતી, અમારા ત્યાં રાખડીના બદલામાં ભેટ આપવાનો રિવાજ છે. મે પહેલેથી ગિફ્ટ તૈયારી કરી દીધી હતી, પરંતુ પહેલા તો કહેવાય નહી. નારી શક્તિ વંદન અધિનિયમ મારી બહેનોની સપનાના પુર થવાની ગેરંટી છે. વિકસિત ભારતની ગેરંટી છે, મહિલાઓ હશે તો દેશને આગળ વધતા કોઈ રોકી નહીં શકે, હું તમને બધાને બિલ પાસ થવાની શુભેચ્છાઓ આપુ છું, બહેન, દીકરીઓ તમે જાણો છો આઝાદી પછી નારી શક્તિ સાથે ન્યાય નથી થયો.
મહિલા વિકાસ કલ્યાણ વિભાગની રચના કરી
મહિલા અધિકારોની વાત પર રાજકીય બહાના બનાવવામાં આવતા હતા. ગુજરાતમાં અમે મહિલાઓ માટે અનેક અભિયાન ચલાવ્યા.સામાજિક સ્થર પર બહેન દીકરીઓ માટે કન્યા કેળવણી અભિયાન ચલાવ્યું હતું. વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે, ગુજરાતમાં અમે જેન્ડર બજેટનો પ્રયોગ કર્યો હતો. મહિલાઓ માટે રોજગાર વધાર્યો હતો. મહિલાઓ માટે સરકારી યોજનાઓ બનાવી હતી. મહિલા વિકાસ કલ્યાણ વિભાગની રચના કરી હતી. ડેરી ક્ષેત્રમાં 35 લાખથી વધુ મહિલાઓ છે. તે ઉપરાંત આજે લાખો મહિલાઓ વન વિકાસમાં યોગદાન આપી રહી છે. રાજ્યમાં 2.5 લાખથી વધારે સખી મંડળો કાર્યરત થયાં છે. ગુજરાત સરકારે ગર્ભવતી માતાઓના પોષણ માટે કામ કર્યું છે.
Comments
Post a Comment