ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ, 159 તાલુકામાં નોંધાયો વરસાદ, નર્મદા ડેમ છલકાતાં ગેટ ખોલાયા


ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદનો વધુ એક રાઉન્ડ શરુ થતા અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે જેના પગલે નદી-નાળા છલકાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં પંચમહાલના મોડવાહડફમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને પગલે હડફ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. 

મોડવાહડફ તાલુકામાં સૌથી વધુ 10 ઈંચ વરસાદ ખાબક્યો

ગુજરાતમાં અલ નીનોની અસરના કારણે વરસાદ ખેંચાયો હતો અને ઓગસ્ટ મહિનામાં છેલ્લા 10 વર્ષમાં સિઝનનો સૌથી ઓછો વરસાદ વરસ્યો હતો, ત્યારે ગઈકાલે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી હતી. રાજ્યમાં બે નવી સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી હતી, ત્યારે ગઈકાલથી જ અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં ફેરફાર થયો હતો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં પંચમહાલ જિલ્લાના મોડવાહડફ તાલુકામાં સૌથી વધુ 10 ઈંચ વરસાદ ખાબક્યો હતો, ભારે વરસાદને પગલે રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદને પગલે હડફ ડેમ સંપૂર્ણ ભરાયો છે હાલ ડેમના 3 દરવાજા 7 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને ડેમમાંથી 9555 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે.


નર્મદા ડેમ સંપૂર્ણપણે ભરાયો

રાજ્યમાં પડેલા વરસાદને પગલે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં વરસાદી પાણીની આવક થઈ હતી અને આ વર્ષે પ્રથમવાર સંપૂર્ણપણે ભરાઈ ગયો છે. હાલ નર્મદા ડેમમાં 18,62,960 ક્યૂસેક પાણીની આવક નોંધાઈ છે અને ડેમની જળસપાટી 138.68 મીટર પહોંચી છે. ડેમના 23 દરવાજા ખોલીને 18,41,319 ક્યૂસેક પાણી નદીમાં છોડાવામાં આવ્યું છે જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં લોકોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો