VIDEO | ઉત્તરાખંડના મસૂરીમાં હોટેલમાં શોર્ટ સર્કિટને કારણે લાગી ભીષણ આગ, 8નો આબાદ બચાવ

image  : Twitter


ઉત્તરાખંડના મસૂરીમાં કેમલ રોડ ખાતે આવેલી એક હોટેલમાં ભીષણ આગ લાગી ગઈ છે. અહીં બે વાહનો સહિત આખી હોટેલ બળીને રાખ થઈ ચૂકી છે. ઘટનાની માહિતી મળતાં જ ફાયરબ્રિગેડના વાહનો ઘટનાસ્થળે ધસી આવ્યા હતા. આગ ઓલવવાનો પ્રયાસ હજુ પણ ચાલી રહ્યા છે.

દુર્ઘટના સમયે હોટેલમાં કેટલાં લોકો હાજર હતા? 

માહિતી અનુસાર દુર્ઘટના સમયે હોટેલમાં કુલ 8 લોકો હાજર હતા. તેમને પોલીસ અને ફાયરબ્રિગેડના વાહનોએ સુરક્ષિત બચાવી લીધા હતા. આગ લાગ્યા બાદ સમગ્ર વિસ્તારમાં આગની જ્વાળાઓ ઊડવા લાગી હતી કેમ કે આ હોટેલ પર્વતીય વિસ્તારમાં આવેલી હતી. સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી. 

કેમ લાગી આગ? 

માહિતી અનુસાર હોટેલનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું ત્યારે મોડી રાતે શોર્ટ સર્કિટ થવાને કારણે દુર્ઘટના સર્જાઈ અને આગ લાગી ગઇ હતી. ઘટના બાદ આખા વિસ્તારમાં ધૂમાડો ફેલાયો હતો. લોકો ડરી ગયા હતા. 

 


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો