કેરળમાં નિપાહ વાયરસથી ભયનો માહોલ, કોઝિકોડમાં એક અઠવાડિયા સુધી તમામ શાળા-કોલેજો બંધ
Nipah Virus : કેરળના કોઝિકોડમાં નિપાહ વાયરસના કેસો સામે આવ્યા બાદથી જ ભયનો માહોલ સર્જાયો છે. નિપાહ વાયરસને ધ્યાને રાખીને કોઝિકોડમાં સ્કુલ તેમજ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ 24મી સપ્ટેમ્બર એટલે કે આવતા રવિવાર સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જિલ્લા પ્રશાસનનું કહેવુ છે કે આગામી અઠવાડિયા સુધી સ્કુલ, પ્રોફેસનલ કોલેજ અને ટ્યુશન સેંન્ટરો ઓનલાઈન ક્લાસ લઈ શકે છે.
સંક્રમિત દર્દિઓના સંપર્કમાં આવેલા લોકોની સંખ્યા વધી
સ્વાસ્થ્ય મંત્રીએ ગઈકાલે કહ્યું હતું કે હાલમાં નિપાહ વાયરસના સંક્રમિત દર્દિઓના સંપર્કમાં આવેલા લોકોની સંખ્યા 1080 થઈ ગઈ છે જેમાંથી 327 આરોગ્ય કર્મચારીઓ છે. આ સિવાય અન્ય જિલ્લાઓમાં કુલ 29 લોકો નિપાહ વાયરસના સંક્રમિતના લિસ્ટમાં છે જેમાં 22 મલ્લપુરમથી અને એક વાયનાડથી છે જ્યારે ત્રણ-ત્રણ કન્નુર અને ત્રિશુરથી છે.
કેરળમાં અત્યાર સુધી નિપાહ વાયરના 6 કેસ નોંધાયા
કેરળમાં નિપાસ વાયરસના હાઈ રિસ્ક કેટેગરીમાં 175 સામાન્ય લોકો છે જ્યારે 122 આરોગ્ય કર્મચારીઓ છે. સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું હતું કે સંપર્કમાં આવેલા લોકોની સંખ્યા વધી પણ શકે છે તેમજ તેમનું કહેવુ છે કે 30 ઓગસ્ટે જીવ ગુમાવનાર વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેના કારણે રાજ્યમાં નિપાહ વાયરસના કેસમાં વધારો થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં નિપાહ વાયરસના 6 કેસ નોંધાયા છે. કેરળમાં હાલ નિપા વાયરસને કારણે ભયનો માહોલ સર્જાયો છે.
Comments
Post a Comment