ચંદ્રયાન-3ની લેટેસ્ટ તસવીરો, આ વખતે દ.કોરિયાના મૂન ઓર્બિટરે મોકલી, જાણો શું કહ્યું તેના વિશે

ચંદ્રયાન-3 (Chandrayaan-3)નું વિક્રમ લેન્ડર હાલના સમયે ચંદ્ર પર સ્લીપ મોડમાં આરામ કરી રહ્યું છે. ત્યાં હાલમાં ભારે ઠંડીનો માહોલ છે. પણ તેની નવી નવી તસવીરો સામે આવી રહી છે.

દક્ષિણ કોરિયાના મૂન ઓર્બિટરે લીધી તસવીરો 

જોકે આ વખતે તેના ફોટા દક્ષિણ કોરિયાના મૂન ઓર્બિટર દનૂરી (Danuri) એ ક્લિક કર્યા છે. તેમાં શિવશક્તિ પોઈન્ટ પણ દેખાય છે. એટલે કે એ જગ્યા જ્યાં વિક્રમ લેન્ડર લેન્ડ થયું હતું. કોરિયા એરોસ્પેસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે જણાવ્યું ક આ તસવીર 27 ઓગસ્ટે લેવાઈ હતી જેથી અમે પણ ચંદ્રયાન-3ની ચંદ્રની દક્ષિણ ધ્રૂવ પર થનાર સફળ લેન્ડિંગની ખુશી મનાવી શકીએ. 

પહેલીવાર દક્ષિણ ધ્રૂવ પર સફળ લેન્ડિંગ 

ઉલ્લેખનીય છે કે દુનિયામાં પહેલીવાર એવું થયું હતું કે ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર કોઈ યાન સુરક્ષિત લેન્ડ થયું હતું. જોકે રશિયાનું લુના-25 આ મિશનમાં ફેલ ગયું હતું. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો