અમેરિકામાં ફરી ગોળીબાર, જ્યોર્જિયાના એટલાન્ટામાં 3 લોકોનાં મોત, શોપિંગ મોલ નજીક બની ઘટના

અમેરિકામાં (USA) જ્યોર્જિયા (Georgia Firing) ની રાજધાની એટલાન્ટા (Atlanta) માં એક શોપિંગ મોલ નજીક ફાયરિંગની ઘટના બની હતી. પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં ઓછામાં ઓછા 3 લોકોના મોત થયા છે. અહેવાલ મુજબ અધિકારીઓને દક્ષિણ પશ્ચિમ એટલાન્ટામાં ઇવાન્સ સ્ટ્રીટ પર લગભગ 1:30 વાગ્યે એક વ્યક્તિને ગોળી મારવામાં આવી હોવાની જાણ કરાઈ હતી. 

આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ 

ફાયરિંગની માહિતી મળતાં જ હોમિસાઈડ ઓફિસર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બે લોકોએ ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યું હતું. રિપોર્ટ અનુસાર, પોલીસે કહ્યું કે તેમાંથી એકે પિસ્તોલ પણ કાઢી અને જવાબી ગોળીબાર કર્યો હતો. તપાસકારોએ કહ્યું કે ઘટના સ્થળે 3 લોકો મળી આવ્યા હતા જેમને ગોળી વાગી હતી જેમાંથી બે ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ચૂક્યા હતા જ્યારે ત્રીજી વ્યક્તિને  ગ્રેડી મેમોરિયલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તે પણ સારવાર દરમિયાન મૃત્યુ પામી હતી. તેમનું કહેવું છે કે ફાયરિંગમાં માત્ર ત્રણ જ લોકો સામેલ હતા. ત્રણ પુરુષોમાંથી એક 17 વર્ષનો હતો, બીજો 20 વર્ષનો હતો અને ત્રીજો 30 વર્ષનો હતો.

ઓળખ જાહેર ન કરાઈ 

જો કે તેમની ઓળખ જાહેર કરવામાં આવી નથી. પોલીસે માહિતી આપી હતી કે ફાયરિંગ સંબંધિત સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, તેથી તેઓ જાણે છે કે સ્થળ પર શું થયું. અમેરિકન સમાજમાં બંદૂક સંબંધિત ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. આ અંગે દેશભરમાં ચર્ચા ચાલી રહી છે.અમેરિકાના બંધારણમાં બીજો સુધારો હથિયાર ધારણ કરવાના અધિકારની ખાતરી આપે છે. આ કારણે, લગભગ એક તૃતીયાંશ અમેરિકન પુખ્ત વયના લોકો કહે છે કે તેઓ વ્યક્તિગત રીતે બંદૂક ધરાવે છે. 

બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો