IND vs AUS : પ્રથમ વન-ડેમાં ભારતનો ઓસ્ટ્રેલિયા સામે 5 વિકેટે વિજય, શામીની 5 વિકેટ

Image - espncricinfo

મોહાલી, તા.22 સપ્ટેમ્બર-2023, શુક્રવાર

ઓસ્ટ્રેલિયા સામે 3 મેચોની વન-ડે સિરીઝીની પ્રથમ મેચમાં ભારતનો 5 વિકેટે વિજય થયો છે. મોહાલીના પંજાબ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 10 વિકેટે 276 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતે 48.4 ઓવરમાં 5 વિકેટે 281 રન બનાવી વિજય મેળવ્યો છે. આજની મેચમાં મહંમદ શામી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું, તો ઋતુરાજ ગાયકાડ, શુભમન ગીલ, કે.એલ.રાહુલ, સુર્યકુમાર યાદવે ફિફ્ટી ફટકારી ભારતને વિજય અપાવ્યો છે. આજની મેચ જીતવાની સાથે જ ભારતે ઓસ્ટ્રેલિયા સામે 1-0થી સરસાઈ મેળવી લીધી છે. તો મોહાલીમાં ભારતે 27 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને પરાજય આપ્યો છે.

ડેવિડ વોર્નરની ફિફ્ટી

ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નરે સૌથી વધુ 52 રન ફટકાર્યા હતા, તો જોશ લિગ્લિશે 45, સ્ટિવ સ્મિથે 41 રન કર્યા હતા, જ્યારે એડમ ઝાંપાએ 2 વિકેટ અને પેટ કમિન્સ અને સેન એબોટે 1-1 વિકેટ ઝડપી હતી.

ભારતના 4 બેટ્સમેનોની ફિફ્ટી, શામની 5 વિકેટ

ભારત તરફથી ઓપનિંગમાં આવેલા ઋતુરાજ ગાયકવાડ અને શુભમન ગીલે 142 રનની પાર્ટનરશીપ કરવા ઉપરાંત બંને ખેલાડીઓએ ફિફ્ટી પણ ફટકારી હતી. ગાયકવાડે 77 બોલમાં 10 ફોર સાથે 71 રન જ્યારે ગીલે 63 બોલમાં 6 ફોર અને 2 સિક્સ સાથે 74 રન ફટકાર્યા હતા, તો કે.આલ.રાહુલે 63 બોલમાં 4 ફોર અને 1 સિક્સ સાથે 58 રન, જ્યારે સુર્યકુમાર યાદવે 49 બોલમાં 5 ફોર અને 1 સિક્સ સાથે 50 રન ફટકાર્યા હતા. જ્યારે મહંમદ શામીએ પણ શ્રેષ્ઠ બોલિંગ કરી ઓસ્ટ્રેલિયાને રનનો ઢગલો કરતા રોક્યું હતું. શામીએ 10 ઓવરમાં 51 રન આપી 1 મેડન સાથે 5 વિકેટ ઝડપી હતી, તો જસપ્રિત બુમરાહ, આર.અશ્વિની, રવિન્દ્ર જાડેજાએ 1-1 વિકેટ ઝડપી હતી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે