હવામાન વિભાગે આજે ગુજરાત સહિત 22 રાજ્યોમાં વરસાદની આગાહી કરી, જાણો લેટેસ્ટ વેધર અપડેટ્સ
દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદનો દોર યથાવત્ છે. ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના લીધે સામાન્ય જનજીવનને માઠી અસર થઈ છે. હવામાન વિભાગ અનુસાર આગામી અમુક દિવસો સુધી હજુ પણ ઘણા રાજ્યોમાં વરસાદની સ્થિતિ જોવા મળશે. ગુજરાત અને મધ્યપ્રદેશમાં પણ અમુક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ક્યાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું?
હવામાન વિભાગના જણાવ્યાનુસાર પૂર્વ ભારતના રાજ્યોમાં વરસાદનો સિલસિલો શરૂ થઈ શકે છે. નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 22 સપ્ટેમ્બર સુધી વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
દેશમાં ક્યાં ક્યાં વરસાદની શક્યતા?
હવામાનની એક એજન્સીના અહેવાલ અનુસાર ગુજરાતના કચ્છ, પ.બંગાળ, સિક્કિમ, ઓડિશા, ઝારખંડના અમુક ભાગો, છત્તીસગઢ, પૂર્વ મધ્યપ્રદેશ અને કોંકણ તથા ગોવામાં હળવાથી મધ્મ વરસાદની શક્યતા છે. જ્યારે પૂર્વોત્તર ભારત, તટીય કર્ણાટક, લક્ષદ્વીપ અને ઉત્તરાખંડમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે એક કે બે તીવ્ર વરસાદ થઈ શકે છે. જ્યારે ઉત્તરપ્રદેશ, બિહાર, વિદર્ભ, તેલંગાણા, કેરળ, તમિલનાડુ, આંતરિક કર્ણાટક અને હિમાચલ પ્રદેશમાં હળવાથી મધ્ય વરસાદની શક્યતા છે. આંધપ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાનના અમુક ભાગો અને ગુજરાતમાં પણ હળવા વરસાદની શક્યતા છે.
Comments
Post a Comment