કોરોનાની દવા લેનાર બાળ દર્દીની આંખોનો રંગ બદલાયો... નવા વેરિયન્ટ અંગે વિશ્વભરમાં WHOનું એલર્ટ

નવી દિલ્હી, તા.10 સપ્ટેમ્બર-2023, રવિવાર

છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના કેસો ઝડપથી વધી રહ્યા છે... આ વખતે કોરોના વાયરસનો નવો વેરિયન્ટ આવ્યો છે, જે ફેફસા, દિલથી લઈને શરીરના કેટલાક ભાગોમાં ખુબ જ નુકસાન પહોંચાડી રહ્યો છે. તાજેતરમાં જ એક નવો અને ભયાનક મામલો સામે આવ્યો છે, જેમાં એક બાળકો કોવિડ-19ની દવા લીધાના કેટલાક દિવસો બાદ તેની આંખોનો રંગ બદલાઈ ગયો છે. આ ઘટના બાદ ડોક્ટરો પણ આશ્ચર્યમાં મુકાયા છે...

કોરોનાની દવાથી બદલાઈ ગયો આંખોનો રંગ

મીડિયા રિપોર્ટ મુજબ કોવિડ-19નો આ ચોંકાવનારો માલો થાઈલેન્ડનો હોવાનું કહેવાય છે... શરૂઆતમાં ઉધરસ-તાવ જેવા સામાન્ય લક્ષણો બાદ ડોક્ટરોએ બાળકને એન્ટીવાયરલ દવા આપી... ત્યારબાદ કોરોનાગ્રસ્ત બાળ દર્દીમાં સુધારો જોવા મળ્યો, જોકે તેની આંખોનો રંગ પણ બદલાઈ ગયો...

શું હંમેશા માટે આંખોનો રંગ બદલાઈ ગયો ?

આ બાળ દર્દીનો રિપોર્ટ ‘રિસર્ચ જનરલ, જર્નલ ફ્રન્ટિયર્સ ઈન પીડિયાટ્રિસ્ક’માં પણ પબ્લિશ કરવામાં આવ્યો છે... તેમાં જણાવ્યા મુજબ આંખોનો રંગ બદલાયા બાદ ડોક્ટરોએ તેને એન્ટીવાયરલ દવા આપવાની બંધ કરી દીધી હતી. ત્યારબાદ 5 દિવસમાં જ બાળકની આંખોનો રંગ પહેલા જેવો થઈ ગયો હતો.

કોવિડ-19ની દવાની આડઅસરો

આરોગ્ય નિષ્ણાતો મુજબ વિશ્વમાં કોરોનાના કેસો ફરી ઝડપથી વધી રહ્યા છે. એકતરફ કોરોના કેસો વધી રહ્યા છે, તો બીજીતરફ તેની સારવારમાં ઉપયોગ થતી દવાઓની આડઅસરોના મામલાઓ પણ સામે આવતા રહે છે. આવી સ્થિતિમાં લોકોને કોરોનાની દવા લીધા પણ કોઈપણ આડઅસર દેખાય તો તુરંત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

ડબલ્યુએચઓનું એલર્ટ

કોરોનાના સતત વધતા કેસો અંગે વિશ્વ આરોગ્ય સંસ્થા - ડબલ્યુએચઓએ તમામ દેશોને એલર્ટ પર રહેવા કહ્યું છે... ડબલ્યુએચઓના જણાવ્યા મુજબ કેટલાક દેશોમાં શિયાળાની મોસમ શરૂ થઈ રહી છે, તો કોરોનાનું જોખમ પણ ઝડપથી વધતું જોવા મળી રહ્યું છે. આવી સ્થિતિમાં લોકેએ સાવધાન રહેવું જરૂરી છે... કોરોનાના નવા વેરિયન્ટના ખતરાને ધ્યાને રાખી રસીકરણ અને કોરોનાનું ટ્રેકિંગ વધારવા પર WHOએ ભારપૂર્વક જણાવ્યું ચે. જોકે કેટલાક દેશોમાં હજુ પણ મર્યાદિત ડેટા ઉપલબ્ધ છે... ડબલ્યુએચઓના અંદાજ મુજબ વિશ્વભરમાં સંક્રમણના કેસો મોટી સંખ્યામાં ઝડપથી વધી રહ્યા છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો