GPSCની પ્રિલિમરી પરીક્ષાને લઈને ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો, રિવાઈઝ થશે પરિણામ
ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે GPSCની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમા GPSCની પ્રિલિમરી પરીક્ષાનું પરિણામ હવે રિવાઈઝ કરવામાં આવશે. હાઈકોર્ટના ચુકાદા બાદ પરિણામ રિવાઈઝ મુદ્દે નિર્ણય લેવાયો છે. GPSC દ્વારા ફાઈનલ આન્સર કી જાહેર કર્યા બાદ પરિણામ જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાઈકોર્ટના આ નિર્ણયથી વિદ્યાર્થીઓને ફાયદો થશે. વધુમાં આ નિર્ણયથી વધુ ઉમેદવારો મેઈન્સની એક્ઝામમાં બેસી શકશે
આન્સર કી જાહેર કર્યા બાદ પરિણામ જાહેર કરાશે
આ બાબતે વધુ મહત્વની બાબત એ છે કે, હવે GPSCની પરીક્ષા આપતા ઉમેદવારોને આ નિર્ણયથી મોટો ફાયદો થશે. પ્રિલિમરી પરીક્ષાનું પરિણામ રિવાઈઝ થવાથી વધુ ઉમેદવારો મેઈન્સ પરીક્ષામાં બેસી શકશે. જો કે, આ સમગ્ર બાબતની ઉમેદવારોની પણ લાંબા સમયથી માંગ હતી. હાઈકોર્ટના આ નિર્ણયથી ઉમેદવારોમાં ખુશીનો મોહાલ જોવા મળતો હતો.
ઉમેદવારોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી
ઉમેદવારો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત કરાઈ હતી કે, નેગેટિવ માર્કિંગના કારણે ઉમેદવારોના ખોટી રીતે માર્ક કપાયા હતા. એટલું જ નહીં ફાઈનલ આન્સર કીના જવાબોમાં પણ વિસંગતતા હોવાનો પણ દાવો કરાયો હતો. જ્યારબાદ આ મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. જેમાં કોર્ટે અરજદારોની પ્રાથમિક રજૂઆતોને સાંભળી હતી.
Comments
Post a Comment