આજે સંસદમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે થયેલી અથડામણના મુદ્દે હોબાળાની શક્યતા


અરૂણાચલ પ્રદેશમાં લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC)ના તવાંગ સેક્ટરમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ઝપાઝપીમાં બંને દેશના સૈનિકોને નાની-મોટી ઈજા પહોંચી હતી. તો એવામાં આજે વિપક્ષો સંઘર્ષનો મુદ્દો ઉઠાવવા માટે કમર કસી રહ્યા છે  તે મુદાને લઈને સંસદમાં ભારે હોબાળો થવાની અપેક્ષા છે.

આ મુદાને લઇ કેટલીક મહત્વની બાબતો 

  • સૈન્ય દ્વારા 9 ડિસેમ્બરની અથડામણમાં "બંને પક્ષોના કેટલાક સૈનિકોને સામાન્ય ઈજાઓ થઈ હતી". જે પછી બંને પક્ષો "તાત્કાલિક વિસ્તારમાંથી પાછા હટી ગયા".
  • તે વાત ફેલાતા તરત જ, કોંગ્રેસે ગઈકાલે કેન્દ્ર પર પ્રહારો કરતા  કહ્યું હતું કે સરકારે સંસદમાં આ મુદ્દા પર ચર્ચા કરીને દેશને વિશ્વાસમાં લેવાની જરૂર છે.
  • સરકાર તરફથી મળતી માહિતીમાં કહેવાઈ છે કે, "કેન્દ્ર કોઈપણ ચર્ચાથી ક્યારેય ડર્યું નથી અને તથ્યો સાથે તૈયાર છે".  સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગૃહના કોઈ નિવેદન આપવું જોઈએ કે નહિ તે અંગે નિર્ણય લેવામાં આવશે.
  • કોંગ્રેસના ઘણા નેતાઓ આ મુદ્દા પર ચર્ચા માટે બંને ગૃહમાં સ્થગિત નોટિસ આપવાના છે. પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે, નરેન્દ્ર મોદી સરકારની સરહદ મુદ્દાને "દમન" કરવાની વૃત્તિએ ચીનના ઉત્સાહને વેગ આપ્યો છે.
  • હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી પણ લોકસભામાં આ મુદ્દે સ્થગિત દરખાસ્ત રજૂ કરશે. તેમણે કેન્દ્ર પર દેશને અંધારામાં રાખવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે શા માટે સંસદને અથડામણ અંગે જાણ કરવામાં આવી નથી.

  •  કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, "અમે રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓ પર દેશની સાથે છીએ અને તેનું રાજનીતિકરણ કરવા માંગતા નથી. પરંતુ મોદી સરકારે એપ્રિલ 2020 થી એલએસી સાથેના તમામ બિંદુઓ પર ચીનના ઉલ્લંઘનો અને નિર્માણ વિશે પ્રમાણિક રહેવું જોઈએ."

  • કોંગ્રેસના સંચાર પ્રભારી જયરામ રમેશે જણાવ્યું હતું કે, વિપક્ષી પાર્ટી ચીનની કાર્યવાહી પર સરકારને "જગાડવાનો" પ્રયાસ કરી રહી છે, પરંતુ  ભાજપ "તેની રાજકીય છબી બચાવવા" ચુપ છે.
  • કોંગ્રેસે ગલવાન અથડામણ પછી આપેલ વડા પ્રધાન મોદીના ભાષણનો એક વીડિયો પણ ટ્વીટ કર્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે, "કોઈએ અમારી જમીન પર કબજો કર્યો નથી અને કોઈએ ભારતમાં પ્રવેશ કર્યો નથી અને અમારી કોઈપણ પોસ્ટ પર અન્ય કોઈએ કબજો કર્યો નથી." તેના પર કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું કે, " એવું કહેવામાં આવ્યું છે કે, 'જો ચીનનું નામ લેવામાં આવ્યું હોત તો તે ભારત તરફ આંખ ઉઠાવવાની હિંમત ના કરત."

  • પાર્ટીના વરિષ્ઠ નેતાઓ મનીષ તિવારી, શશિ થરૂર અને રણદીપ સિંહ સુરજેવાલાએ પણ આ મુદ્દે સરકાર પર નિશાન સાધ્યું હતું અને સંસદમાં ચર્ચાની માંગ કરી હતી.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન