ભાજપ આ મુખ્યમંત્રી સાથે આખી ટીમને ઘર ભેગી કરવાની તૈયારીમાં


ગુજરાતમાં ભાજપના પ્રચંડ વિજયને પગલે હવે મધ્ય પ્રદેશમાં ગુજરાત ફોર્મ્યુલા અપનાવાશે એવી અટકળો ચાલી રહી છે. ભાજપે સપ્ટેમ્બર ૨૦૨૧માં મુખ્યમંત્રી વિજય રૂપાણીને હટાવી દીધા હતા. સાથે સાથે તમામ ૨૨ મંત્રીને પણ બદલી નાખ્યા હતા. ભાજપે ચૂંટણીના ૧ વર્ષ પહેલાં બોલાવેલા સપાટાનું જોરદાર પરિણામ મળ્યું છે. ભાજપે કલ્પના ના કરી હોય એવી જોરદાર બહુમતી મેળવી છે.

હવે આ જ ફોર્મ્યુલા મધ્ય પ્રદેશમાં અપનાવીને શિવરાજસિંહ ચૌહાણની આખી ટીમને ઘરભેગી કરી દેવાશે એવું મનાય છે. મધ્યપ્રદેશમાં એન્ટી ઈન્કમ્બન્સી ફેક્ટર પ્રબળ હોવાથી તેને ખાળવા મોદી નો રીપીટ ફોર્મ્યુલા લાવશે.

મધ્યપ્રદેશમાં ભાજપ માટે ચિંતાનો વિષય એ પણ છે કે,  અન્ય રાજ્યોથી વિપરીત કોંગ્રેસ અહીં જોરદાર ટક્કર આપવાની સ્થિતિમાં છે.

વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં ભાજપને ૪૧.૬ ટકા મત સાથે ૧૦૯ બેઠકો અને કોંગ્રેસને ૪૧.૫ ટકા વોટ સાથે ૧૧૪ બેઠકો મળી હતી. ભાજપે જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત ૨૨ ધારાસભ્યો પાસે બળવો કરાવીને સત્તા કબજે કરાવી પણ શિવરાજસિંહ સામે પ્રજામાં ભારે અસંતોષ છે.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન