અમેરિકામાં વધુ એક વિમાન ક્રેશ, ઉડાન ભર્યાની 30 સેકન્ડમાં તૂટી પડ્યું, 2ના મોત, અનેક ઈજાગ્રસ્ત
Philadelphia plane crash : અમેરિકામાં ફરી એક વિમાન દુર્ઘટનાના સમાચાર છે. પેન્સિલવેનિયાના ફિલાડેલ્ફિયામાં એક નાનું વિમાન ટેકઓફ કર્યાના માત્ર 30 સેકન્ડ પછી ક્રેશ થયું. જેનાથી એક મોટો વિસ્ફોટ થયો હતો. આ વિમાનમાં લગભગ 2 લોકો સવાર હતા જેમના મૃત્યુ થયાની આશંકા છે. રાજ્યના ગવર્નર જોશ શાપિરોએ આ માહિતી આપી. તેમણે કહ્યું કે વિમાન તૂટીને રહેણાંક વિસ્તારમાં પડતાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમાંથી ઘણાની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે.