નવી દિલ્હી, 30 જુન 2020 મંગળવાર કોરોના સંકટમાં સતત છઠ્ઠી વખત દેશને સંબોધન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ ગરીબ અને જરૂરતમંદો માટે મોટી જાહેરાત કરી. તેમણે ઘોષણા કરી છે કે હવે મફત અનાજ આપવાની યોજના હવે આવતા પાંચ મહિના સુધી ચાલુ રહેશે. પીએમએ કહ્યું કે, જેમ જેમ તહેવારોની મોસમ આવી રહી છે, જરૂરિયાતો અને ખર્ચમાં વધારો થશે. સરકારે નિર્ણય કર્યો છે કે 80 કરોડથી વધુ લોકોને નિશુલ્ક અનાજ આપવાની યોજના આગામી જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બરમાં પણ ચાલુ રહેશે. આ પાંચ મહિના માટે 8૦ કરોડથી વધુ ભાઈ-બહેનોને સરકાર દ્વારા 5 કિલો ઘઉં અથવા 5 કિલો ચોખા વિના મૂલ્યે આપવામાં આવશે. આ ઉપરાંત દરેક પરિવારને એક કિલો ગ્રામ ચણા પણ મફત આપવામાં આવશે. દેશવાસીઓને ધ્યાન રાખવા કહ્યું કોરોના સામે લડતા લડતા આપણે હવે અનલોક 02માં પ્રવેશ કરી રહ્યા છીએ. સાથે સાથે શરદી, ખાંસી અને તાવ જેવાં મમલા વધતા જાય છે ત્યારે દેશવાસીઓને ધ્યાન રાખવા માટે કહ્યુ છે. લોકડાઉન દરમ્યાન બહુજ ગંભીરતાથી નિયમોનું પાલન કરાયુ હતુ, હવે સરકારો અને સ્થાનિક સંસ્થાઓ અને દેશનાં નાગરિકોએ એવી જ સતર્કતા બતાવવાની જરૂર છે ખાસ કરીને કન્ટેનમેન્ટ ઝોન પર ખા...