અન્ના હજારેની ટીમના બે તકસાધુ બાબા રામદેવ અને કેજરીવાલ..

પ્રસંગપટ


અન્ના હજારેના આંદોલનની ભઠ્ઠીમાંથી કેટલાક ચહેરાં રાજકીય તખ્તા પર આવ્યા હતા. આંદોલનું ભલે સૂરસૂરીયું થઇ ગયું હોય પણ તેમાં ભાગ લઇ રહેલા તક સાધુઓેએ પોતાની દુકાનો ખોલી નાખી હતી. અન્ના હજારેના આંદોલનમાં ભાલ લેનારા એ શીખી ગયા હતા કે પ્રજાને મૂરખ બનાવીને રાજકીય સત્તા હાંસલ કરી શકાય છે.

કેટલાક ફાવી ગયા હતા તો ક્ટલાક અટવાઇ ગયા હતા. ફાવી ગયેલા બે ચહેરાની વાત અહીં સમાવાઇ છે. તેમની પ્રકૃતિ એક સરખી છે. એમ લાગે કે ઝભ્ભાના એકજ તાકામાંથી તે બંનેને બનાવેલા છે.

સમાચાર માધ્યમોમાં ચમકવાની ચૂલ આ બંનેમાં એક સરખી છે. આ બંને ચાલુ ગાડીોે ચઢી હેસવાની ક્ષમતા ધરાવે છે. આજકાલ આવી ક્ષમતાની રાજકીય આવડત કહે છે.અન્ના હજારેના આંદોનલ વખતે એમ નક્કી થયું હતું તે તેમાં ભાગ લેનારાઓએ રાજકારણમાં પ્રવેશવું નહીં. દરેક રાજકારણને ગાળો ભાંડતા હતા. પરંતુ પડદા પાછળ કેટલાંક લોકોે ખાસ કરીને અરવિંદ કેજરીવાલે રાજકીય સત્તા હાંસલ કરવાનો તખ્તો રચી નાખ્યો હતો. તેમની મહેચ્છા સાથે બાબા રામદેવ નહોતા જોડાયા પણ તે લોકો માં પ્રખ્યાત થવાના પેંતરા શીખ્યા હતા.

અન્ના હજારે સંત સમાન હતા. પરંતુ પડદા પાછળ આ બે મહત્વકાંક્ષીઓે પોતાની ખીચડી પકવી નાખી હતી. કેટલાક મુદ્દે સરખામણી કરીએ તો યોગ ગુરુ બાબા રામદેવ અને આમ આદમી પાર્ટીના બોસ અરવિંદ કેજરીવાલ વચ્ચે ધણી સમાનતા જોવા મળે છે. બંને અન્ના હજારાના આંદોલનનો ભરપુર લાભ ઉઠાવી ચૂક્યા છે. બંને અન્ના હજારેને ભૂલી ગયા છે અને પોતપોતાના ક્ષેત્રમાં આગળ વધી ગયા છે. એક બિઝનેસમેન બની ગયો અને બીજો રાજકારણી બની ગયો છે. બાબા રામદેવ અબજો પતિ બિઝનેસ મેન બનવાની સાથે પોતાનું મોટું નેટવર્ક ઉબું કરી શક્યા છે. જ્યારે કેજરીવાલ મુખ્ય પ્રધાન બન્યા બાદ હવે વડાપ્રધાન બનાવાનું સપનું સેવી રહ્યા છે.

બંને મોટા દાવાઓ કરવામાં હોંશિયાર છે. જેમકે બાબા રામદેવે એઇડ્સ, કેન્સર વગેરેની દવાઓ શોધવાના દાવા કર્યા છે. તેમણે અકુદરતી સેક્સ માટેની મનોવૃતિ નાથવા માટેની દવા શોધવાનો પણ દાવો કર્યો છે.એવીજ રીતે અરવિંદ કેજરીવાલે પણ કોરોનાને નાથવા માટે એવા દાવા કર્યા હતા કે હોસ્પિટલોમાં ૩૦,૦૦૦ બેડ તૈયાર છે અને કોઇપણ સ્થિતિને પહોંચી વળાવા દિલ્હી સરકાર સક્ષમ છે.

કેજરીવાલના આ બધા દાવા પોકળ સાબિત થયા હતા. હકીકત તો એવી છે કે કેજરીવાલની બિન કાર્યક્ષમતાના કારણે લોકો પરેશાન થઇ ગયા હતા અને તેમના દાવાની પોલ ખુલ્લી પડી ગઇ હતી.

દિલ્હીની સરકાર સંચાલિત હોસ્પિટલોમાં પાયાની જરૂરિયાતો જેવીકે પીપીઇ ટેસ્ટ કીટસ ફૂડ અને પાણી જેવી સવલતો પણ પુરી પડાઇ નહોતી. પોતાની વાહ વાહી કરવાની ગેમ રમવામાં આ બંને બાહોશ પુરવાર થયા હતા. બાબા રામદેવે કોરોના વાઇરસની દવા શોધીને ફરી હેડલાઇન્સમાં ચમકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ફાવી શક્યા નહોતા. તેમણેે જે દવા શોધી છે તેનું પરિક્ષણ પણ કરાયું નથી છતાં તેમણે પોતાના સંશોધન માટે દાવો ફટકારી દીધો હતો.

આવુંજ કારસ્તાન કેજરીવાલે પણ કર્યું હતું. તેમણે એવી જાહેરાત કરી હતી કે દિલ્હીના દરેક ઘરોનો સર્વે તાલિમ પામેલા લોકો પાસે કરાવાશે અને સેનિટાઇઝેશનના પગલાં લેવાશે. સર્વેની વાતતો જવા દો આ માણસે ટેસ્ટીંગ ફેસીલીટી પણ ઉપલબ્ધ કરાવી નહોતી. લોકોએ પોતાના ટેસ્ટીંગ તેમજ આરોગ્ય સવલતો  માટે વધુ પૈસા ચૂકવવા પડયા હતા.

દિલ્હીના લોકો બાપડા બિચ્ચારા બનીને સારવાર માટે અહીં તહીં કૂટાતા હતા ત્યારે તેમના મુખ્ય પ્રધાન દાવા પર દાવા કર્યે જતા હતા.જ્યારે લોકોને હોસ્પિટલોમાં જગ્યા નહોતી મળતી ત્યારે કેજરીવાલ એવો દાવો કરતા હતા કે દરેક ઘેર જઇને કોરોનાની સારવાર આપવામાં આવશે.બાબા રામદેવ અને કેજરીવાલ એ બંનેમાં બાબા રામદેવ વધુ લોકપ્રિય છે તે સમાજને યોગ શિખવાડી રહ્યા છે જ્યારે કોઇને રાજકારણમાં આગળ વધવું હોય તો કેજરીવાલનું રાજકીય ચરિત્ર વાંચી લેવું જોઇએ.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો