વિશાખાપટ્ટનમની ફાર્મા કંપનીમાં ગેસ લીક થતાં બેના મોત, ચારની સ્થિતિ ગંભીર


વિશાખાપટ્ટનમ, તા. 30 જૂન 2020, મંગળવાર

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં આજે સવારે દવા બનાવતી એક કંપનીમાં ગેસ લીકેજની દુર્ઘટના બની હતી જેમાં બે કર્મચારીના મોત થયા છે અને અન્ય ચારને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. વિશાખાપટ્ટનમના પરવદા ક્ષેત્રમાં જવાહરલાલ નેહરૂ ફાર્મા સિટી ખાતે આવેલી Sainar Life Sciences નામની ફાર્મા કંપનીમાં આ દુર્ઘટના બની હતી. 

વિશાખાપટ્ટનમના જિલ્લા કલેક્ટર વિનય ચંદ અને એસપી આરકે મીના અન્ય અધિકારીઓ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. સેનર લાઈફ સાયન્સીઝ પ્રા. લિ. ખાતે બેન્જીમિડેલોજ ગેસ લીક થવાના કારણે ત્યાં ઉપસ્થિત કર્મચારીઓ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા અને ગેસ બીજે ક્યાંય ન ફેલાયો હોવાથી સ્થિતિને તરત કાબુમાં લઈ શકાઈ હતી. 

વિશાખાપટ્ટનમમાં બે મહીનાની અંદર બીજી વખત આ પ્રકારે ગેસ લિકેજની દુર્ઘટના સામે આવી છે. અગાઉ ગોપાલાપાટનમ વિસ્તારમાં એલજી પોલિમર્સ ખાતે ગેસ લિકેજની ઘટના બની હતી જેમાં 12 લોકોના મોત થયા હતા અને 500થી વધારે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. જો કે અધિકારીઓના કહેવા પ્રમાણે એલજી પોલિમર્સ ખાતે સ્ટાઈરીન ગેસ લીક થયો હતો જે જીવલેણ છે પરંતુ બેન્જીમિડેલોજ તેટલો ખતરનાક નથી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો