નેપાળના ઈરાદા સારા નથી, ચીન સાથે જોડતો રસ્તો બનાવવા યુધ્ધના ધોરણે કામગીરી
નવી દિલ્હી, તા.27 જુન 2020, શનિવાર
ભારત સાથે વધતા જતા વિવાદની વચ્ચે નેપાળે ભારત સાથેની બોર્ડર પર રસ્તા બનાવવાની ઝડપ વધારી દીધી છે
ચીનની સરહદ સુધી જતો ધારચૂલા-તિનકર નામના આ રોડને બનાવવા માટે નેપાળે હવે સેનાની તૈનાતી કરી છે. તેની સાથે સાથે બોર્ડર પર એક હેલિપેડ પણ બનાવી દેવાયુ છે. આ રસ્તો બન્યા બાદ નેપાળ અને ચીન વચ્ચેની અવર જવર સરળ બની જશે.આ રસ્તાને નેપાળે મહાકાળી કોરિડોર નામ આપ્યુ છે.
નેપાળ સરકાર કહી રહી છે કે, આ રસ્તો બનાવવાનુ કામ યુધ્ધના ધોરણે એટલા માટે હાથ ધરાયુ છે કે, ભારતના રસ્તાઓ પર નેપાળના લોકોને આધાર રાખવો પડે છે તે ઓછો થાય.કારણકે હાલમાં ઘણા નેપાળીઓને પોતાના ગામડા સુધી પહોંચવા માટે ભારતની સીમામાં પડતા રસ્તાઓનો ઉપયોગ કરવો પડે છે.
જોકે મુદ્દાની વાત એ છે કે, નેપાળને બોર્ડર પર પેટ્રોલિંગ કરવા માટે આ રસ્તાથી આસાની થશે.ભારત સાથે સીમા વિવાદ બાદ નેપાળે રાતોરાત બોર્ડર પર ઘણી ચોકીઓ ઉભી કરી છે. જેના પર સૈનિકોની તૈનાતી પણ ઝડપી નબી શકશે.આ રોડ પુરો થાય ત્યાં ચીનની સસરહદ શરુ થાય છે.
આ રસ્તો 134 કિલોમીટરનો છે. જેમાંથી અત્યાર સુધી 43 કિલોમીટરનો જ રસ્તો બની શક્યો હતો. જોકે હવે યુધ્ધના ધોરણે રસ્તો બનાવવાનુ શરુ કરાયુ છે. સૈનિકોની અને સામાનની અવર જવર કરાવવા માટે અહીંયા એક હેલિપેડ પણ નબાવવામાં આવ્યુ છે.
નેપાળના બદલાયેલા તેવરથી આ બોર્ડરની નજીક રહેનારા લોકોમાં ચિંતા જોવા મળી રહી છે.
Comments
Post a Comment