કિસાનો આનંદો...પંચગવ્ય વાપરવાથી બમણો પાક
- ગ્રીન રિવોલ્યુશન નામે ધબડકો સર્જાયો છેઃ રાસાયણિક ખાતરનો ઉપયોગ વધતાં દરેકને
- બિન આરોગ્યપ્રદ ખોરાક લેવો પડે છેઃ ખેડૂતો ઘેર બેઠા તૈયાર કરી શકે એવું ચમત્કારીક ખાતર
તાજેતરમાં અધર બુક સ્ટોર પરથી એક સુંદર પુસ્તક પસંદ કર્યું હતું. તે ડો.કે.નટરાજને લખેલા પંચગવ્ય ઉપરના મેન્યુઅલ સમાન હતું. ડો.નટરાજને દાયકાઓથી ભારતભરમાં પંચગવ્યનો પ્લાંટ, એનિમલ અને માનવજાત પર ઉપયોગથી થતી અસરનો અભ્યાસ કર્યો છે. તે કહે છે કે જો પંચગવ્યને યોગ્ય રીતે તૈયાર કરવામાં આવે તો તે મહત્તમ ઉપયોગમાં આવી શકે છે. તેમના બાયો પેસ્ટીસાઇડના સંશોધનના કારણે તેમને નામાંકિત એવો શૃષ્ઠી એવોર્ડ પણ મળ્યો છે. બાયો પેસ્ટીસાઇડ એેટલેકે ઓછી સાઇડ ઇફ્ેક્ટવાળું ખાતર. જે પ્રાણીઓમાં રોગપ્રતિકારક શક્તિ ઉભી કરવામાં ખુબ ઉપયોગી બની ગયું છે. તેમણેે ડાયાબીટીસ તેમજ સાંધાના દુખાવા માટે બે આયુર્વેદીક દવાઓ પણ બનાવી છે.
૧૯૯૮માં જ્યારથી વિજ્ઞાાનીઓએ પંચગવ્ય શોધ્યું ત્યારથી તેના પર પ્રયોગો થતા આવ્યા છે. હવે વિદ્યાર્થીઓ તેના પર પીએેચડી કરી રહ્યા છે અને એમ ફિલ થયેલાઓ તેના પર વધુ જ્ઞાાન મેળવવા પ્રયાસો કર્યા કરે છે. આ મેન્યુઅલ ખુબ રસપ્રદ છે . તેમાં પંચગવ્યના ઉપયોગો અને પ્લાંટ તેમજ માનવ શરીર પર તેની કેવી અસર થાય છેે દર્શાવ્યું છે. તેની જમીનની ફળદ્રૂપતા પર કેવી અસર થાય છે તે પણ સમાવ્યું છે.કૃષિ ક્ષેત્રે ભારત બહુ કપરાં ચઢાણ ચઢી રહ્યું છે. સદીઓથી આપણે કુદરતી ખાતરો વાળો ખોરાક અને ફળો ખાતા આવ્યા છે. પરંતુ
૧૯૬૦ પછી સરકારે બધાનું ઉત્પાદન બમણું કરવાની ચાનક બતાવી હતી. ગ્રીન રિવોલ્યુશનના નામે રસાયણીક ખાતરો તેમજ કેમીકલ યુકત ખાતરો વાપરવા માટે સમાચાર માધ્યમોમાં જાહેરાતો કરીને તેનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. જોકે તેના કારણે ફળદ્રૂપ જમીનનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો અને લોકોના આરોગ્યને પણ નુકશાન થયું હતું.
કૃષિ ક્ષેત્રે ભારતે મોટો ફટકો ખાધો છે. સદીઓથી આપણે ઓર્ગેનિક (ખાતરમાંથી બનેલું) ફ્રૂટ અને ફળ-ફળાદી, ગોળ, સિઝનલ ફૂડ વગેરે ખાતા આવ્યા છે. પરંતુ ગ્રીન રિવોલ્યુશનના ઓથા હેઠળ રાસાયણિક ખાતરો અને કેમિકલ્સનો વપરાશ વધ્યો હતો. સરકાર પણ તેના વપરાશ માટે પ્રોત્સાહન આપતી હતી. સમય જતાં યુરિયા અને કેમિકલ્સના કારણે જમીનો સૂકાવા લાગી અને ધરતી પાણી માટે તરસી બની ગઇ હતી. જેના કારણે આપણે વધુ પાણી સિંચવા લાગ્યા હતા. જેના કારણે વિજળીનો વપરાશ પણ વધ્યો છે.હવે સમય એવો આવ્યો છે કે હાલમાં આપણે પોષણ વિનાનું અને બિન આરોગ્યપ્રદ ખોરાક લેતા થયા છીએ.
૨૦૦૦ના વર્ષમાં આપણને ખ્યાલ આવી ગયો હતો કે આપણે યુરિયાના નામે લાખો ટન પોઇઝન જમીનમાં નાખીને કશું મેળવી શક્યા નથી પણ કેન્સરના રોગીઓ વધારી શક્યા છીએ. ગ્રીન રિવોલ્યુશનનો ફિયાસ્કો થયો હતો અને કિસાનો હતાશ થયા હતા.
ધીરે ધીરે કિસાનો ફરી કુદરતી ખાતરો (ઓર્ગેનીક ફાર્મીંગ) તરફ વળ્યા હતા. કેમિકલ ખાતરો, રાસાયણિક દવાઓ, ફંગીસાઇડ વગેરે ને દુર કરવા થોડા પગલાં લેવાના શરૂ કરાયા છે. પરંતુ ગ્રોથ વધારતા હોર્મોન્સ કે રોગ પ્રતિકારક શક્તિ વધારતા કે વધુ ઉત્પાદન કરતાં કોઇ તત્વો દેખાતા નહોતા. તેથી કટેલાક લોકોએ વૃક્ષાઆયુર્વેદા અને પંચગવ્યના પ્રયોગો શરૂ કર્યા હતા. કિસાનો માટે પંચગવ્ય એટલે પાંચ દ્રવ્યોમાંથી બનેલું મિશ્રણ. આ પાંચ દ્રવ્યો ગાયના હોય છે. જેમાં ગાયનું છાણ,યુરીન,મિલ્ક,દહીં અને ધીનો સમાવેશ થાય છે. આ બધા તત્વોને યોગ્ય માત્રામાં િંમલાવવામાં આવે તો તે ખાતર તરીકે ચમત્કારીક પરિણામો આપે છે. ડો.નટરાજને પોતાના આઇડયા પ્રમાણે કેટલાંક તત્વો ઉમેર્યા હતા. તેમણે તૈયાર કરેલા મિશ્રણમાં નીચે પ્રમાણેના તત્વો હોય છે.
ગાયનું તાજું છાણ..પાંચ કિલો,
ગાયનું યુરીન ...ત્રણ લીટર,
ગાયનું દૂધ...બે લીટર,
ગાયના દૂધમાંથી બનાવેલ દહીં...બે લીટર,
શેરડીનો રસ...બે લીટર,
નાળીયેરનું પાણી...ત્રણ લીટર,
૧૨ પાકા કેળા,
તાડીનો કે દ્રાક્ષનો રસ (જ્યુસ)....બે લીટર.
ઉપરોક્ત તમામનું મિક્સચર ૨૦ લીટર જેટલું પંચગવ્ય આપશે.
તે બનાવવાની રીત સમજોઃ
પહોળાં મોંઢા વાળા માટીના કે પ્લાસ્ટીકના કન્ટેનર લો (મેટલના વાસણ વાપરવા નહીં). સૌ પ્રથમ તેમાં તાજું છાણ અને ઘી નાખીને ત્રણ દિવસ સુધી રોજ બે વાર મિક્સ કરો. ચોથા દિવસે બાકીની ચીજો તેમાં ઉમેરીને પંદર દિવસ સુધી રોજ બે વાર હલાવો. આમ કુલ અઢાર દિવસ થશે. પછી તેને છાંયામાં મુકીને ઉપર માખી ના બેસે એ રીતે કાપડથી ઢાંકી દો. જો તમને શેરડીનો રસ ના મળે તો ત્રણ લીટર પાણીમાં ગોળ ઓગાળી નાખી તેનો ઉપયોગ કરી શકો છો. જો તમને તાડી ના મળે તો લીલા નાળિયેરનું બે લીટર પાણી બંધ પ્લાસ્ટીક કન્ટેનરમાં દશ દિવસ ભરી રાખ્યા બાદ તેનો ઉપયોગ કરી શકો છોે. તે ફૂગાઇને પછી તાડી બની જાય છે.
આ પંચગવ્ય છ મહિના સુધી રાખી શકાય છે. જો તે દ્રાવણ જાડું થઇ જાય તો તેને પાતળું બનાવવા પાણી ઉમેરી શકાય છે. છોડવાઓના ઉછેર માટે તે પુરતું પોષણ આપે છે. લેબોરેટરીમાં તેનું પરિક્ષણ પણ કરાયું છે. દેશભરના કિસાનો તેનો ઉપયોગ કરી રહ્યા છે.
દર ૧૦૦ લીટર પાણીમાં તે ત્રણ લીટર નાખવાનું હોય છે. પાક ઉપર તેનો સ્પ્રે થઇ શકે છે. ડ્રીપ ઇરીગેશનના પાણીના ફ્લોમાં પણ તે નાખી શકાય છે. જ્યારે ભીના કરેલા બીજ રોપવામાં આવે ત્યારે તે રોપતાં પહેલાંની ૨૦ -૩૦ મિનિટ પહેલાં તેનો છંટકાવ કરવાનો હોય છે. ત્યારબાદ ૨૦ દિવસ સુધી તેનો પ્લાંટ પર છંંટકાવ કરવાનો હોય છે. ત્યારબાદ જ્યારે તેના પર ફૂલ બેસે તે અગાઉના સમયમાં દશ દિવસે એક વાર છંટકાવ કરવાનો હોય છે.કેટલાંક ફળો પર તે કેવા પરિણામો આપે છે તે અહીં આપ્યું છે. (બાકીની વિગતો પુસ્તકમાં છે)
કેરીઃ આંતરે વર્ષે (એક વર્ષ છોડીને) કેરીનો પાક આવવાના બદલે દર વર્ષે કેરીને પાક આવે છે અને જથ્થા બંધ મોર (કેરી આવતાં પહેલાંના ફૂલો) બેસે છે. કેરીની સુગંધી પણ સારી આવે છે. લીંબુઃ...આખું વર્ષે ફૂલો આપે છે. એટલેકે આખું વર્ષ ઉતારો આપે છે. સુગંધી પણ સારી આપે છે. ફળ દશ દિવસ સુધી ઝાડ પર રહે છે. ખરી પડતું નથી.
જામફળઃ..મોટું અને સ્વાદિષ્ટ ફળ આપે છે તેમજ ઝાડ પર વધુ પાંચ દિવસ સુધી ટકી રહે છે, ખરી પડતું નથી.
કેળાંઃ..એક સરખાં ઝુમખાં લાગે છે અને સામાન્ય કરતાં એક માસ પહેલાં તૈયાર થઇ જાય છે.
હળદરઃ...વધારાની એક ગાંઠ સાથે ૨૨ ટકા વધુ ઉતારો આપે છે. ઉધઇ તેમજ અન્ય રોગ ઓછા થાય છે.
જાસ્મીનઃ..આખું વર્ષ ફૂલો આપે છે અને સુંદર સુગંધ પણ આપે છે.
શાકભાજીઃ...૧૮ ટકા જેટલું વધુ ઉત્પાદન આપે છે જ્યારે કાકડીના પાકનું તો બમણું ઉત્પાદન આપે છે.
ડાંગરઃ....દરેક ડૂંડા પર ૩૦૦ દાણા વધુ આવે છે. પાક પંદર દિવસ પહેલાં આવે છે. દાણાનું વજન ૨૦ ટકા જેટલું વધે છે. મિલમાં લઇ જતા પહેલાં તૂટેલાં દાણાની સંખ્યામાં ઘટાડો થાય છે.
શેરડી,મગફળી, જુવાર, બાજરી, રાગી,મકાઇ, ઘઉં,સન ફ્લાવર,નાળીયેર વગેરેના પર પંચગવ્યનું પરિક્ષણ કરાયું છે. તે વધુ ઉત્પાદન આપે છે અને ઉધઇ જેવી જીવાતને ભગાડે છે. મારું એવું માનવું છે કે આ લેખનું કટીંગ કાપીને તમે તમારા ગામના ખેડૂતોને બતાઓ અને તેમને કેમિકલ યુક્ત ખાતરોની જગ્યાએ પંચગવ્ય વાપરવાની સલાહ આપો અને ઉત્પાદન કરવા સમજાવો. પંચગવ્ય પરનું પુસ્તક જોઇતું હોય તો ડો.નટરાજનનો સંપર્ક કરો. ૦૯૪૪૩૩૫૮૩૭૯
પંચગવ્ય એટલે શું?
પંચગવ્ય એટલે પાંચ દ્રવ્યોમાંથી બનેલું મિશ્રણ. આ પાંચ દ્રવ્યો ગાયના હોય છે. જેમાં ગાયનું છાણ,યુરીન,મિલ્ક,દહીં અને ઘીનો સમાવેશ થાય છે. આ બધા તત્વોને યોગ્ય માત્રામાં િંમલાવવામાં આવે તો તે ખાતર તરીકે ચમત્કારીક પરિણામો આપે છે.
Comments
Post a Comment