હરિયાણાના રોહતકમાં 2.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા


ચંદીગઢ, તા. 30 જૂન 2020 મંગળવાર

કોરોના મહામારી વચ્ચે દેશ કેટલીય મુશ્કેલીઓ સામે ઝઝૂમી રહ્યો છે હવે હરિયાણા રોહતકમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર આની તીવ્રતા 2.4 માપવામાં આવી છે. અત્યાર સુધી કોઈ નુકસાન થવાના સમાચાર મળ્યા નથી. 

જમ્મુ-કાશ્મીરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર આની તીવ્રતા 4.0 છે. આ ભૂકંપ કટરાથી 84 કિલોમીટર પૂર્વમાં આવ્યો છે.

કોરોના મહામારી બાદ દેશમાં કેટલીક વાર ભૂકંપ આવ્યો છે. હરિયાણામાં આવુ ઘણીવાર થયુ છે. દિલ્હીમાં પણ હરિયાણાની જેમ છે. કોરોના મહામારી વચ્ચે ભૂકંપના આંચકા વધારે ભય ઉભો કરે છે. ભૂકંપના આંચકાને વેઠવા માટે દિલ્હી તૈયાર નથી. 

નોર્થ, સાઉથ અને ઈસ્ટ ત્રણેય એમસીડીએ 30 વર્ષ કે આનાથી વધારે જૂની હાઈ-રાઈઝ બિલ્ડીંગોને નોટિસ પાઠવી હતી હવે તેમાંથી કેટલાકનો ઑડિટ રિપોર્ટ આવ્યો છે અને આ રિપોર્ટ ઘણો ચોંકાવનારો છે. જેમાં 90 ટકા બિલ્ડીંગોની બીમ અને કૉલમમાં તિરાડ જોવા મળી છે. આ ઈમારતો ભૂકંપના તીવ્ર આંચકાને સહન કરી શકે તેમ નથી. સાઉથ અને નોર્થ એમસીડીએ અત્યાર સુધી લગભગ 100-100 અને ઈસ્ટ એમસીડીએ 66 ઈમારતોને નોટિસ આપી છે.

સાઉથ એમસીડીએ નેહરૂ પ્લેસમાં બનેલા 16 માળનુ મોદી ટાવર, 17 માળનુ પ્રગતિ દેવી ટાવર, 15 માળનુ અંસલ ટાવર, 17 માળના હેમકુંટ ટાવરને સ્ટ્રક્ચરલ

ઑડિટ માટે નોટીસ જારી કરી છે. આશ્રમ ચોક પર આવેલી નેફેડ બિલ્ડિંગ, સફદરગંજ એન્ક્લેવ એરિયા સ્થિત કમલ સિનેમા અને જનકપુરીની ભારતી કૉલેજને પણ નોટિસ જારી કરવામાં આવી છે.

કુલ મળીને સાઉથ એમસીડી એરિયામાં લગભગ 100 બિલ્ડિંગોને નોટિસ જારી કરવામાં આવી છે. જેમાં ગ્રૂપ હાઉસિંગ સોસાયટી, સ્કુલ અને કૉમર્શિયલ બિલ્ડિંગ્સ છે. નૉર્થ એમસીડીએ પણ 6 ઝોનમાં લગભગ 100 એસી બિલ્ડીંગોને નોટીસ જારી કરી છે. આ સિવાય ઈસ્ટ એમસીડી દ્વારા 66 બિલ્ડીંગોને નોટિસ જારી કરવામાં આવ્યા છે.

દિલ્હીમાં કેટલાક વિસ્તાર તો એવા છે જ્યાં બનેલી ઈમારતોને જોઈને તમે ડરી જશો. કૉલોનીમાં એવુ કોઈ ઘર નહીં દેખાય જેમાં તિરાડો ના હોય. સરળતાથી અંદાજો લગાવી શકાય છે કે જો ભૂકંપના આંચકા આવશે તો આ ઈમારતો અને તેમાં રહેનારની શુ હાલત થશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે