દિલ્હી ન્યુયોર્ક બનવા જઇ રહ્યું છે લશ્કરને સોંપવાની વિચારણા

પ્રસંગપટ


દિલ્હીમાં કોરોનાના સતત વધતા કેસો જોઇને એમ લાગે છે કે દિલ્હી ન્યુયોર્ક બનવા જઇ રહ્યું છે. ન્યુયોર્કમા ંજેમ કોરોના બેકાબુ બન્યો હતો એમ દિલ્હીમાં થયું છે.

કોરોના તેના ગંદા હાથ લંબાવીને ભારતના લોકોને ગળચીમાંથી પકડી રહ્યો છે. ગીચ વસ્તિ ધરાવતા રાજ્યો લાચાર સ્થિતિમાં મુકાઇ ગયા છે.  દિલ્હીમાં  સૌથી વધુ કેસે છે તો પ.બંગાળમા ંમમતા સરકારે ૩૧ જુલાઇ સુધી લોકડાઉન લંબાવ્યું છે.  દિલ્હીને કોરોનાએ હંફાવી દીધું છે. રોજના ૪૦૦૦ પોઝીટીવ કેસનો અર્થ એ થયો કે દિલ્હીમાં દર ચાર વ્યકિતએ એક કોરોના ગ્રસ્ત છે. દિલ્હીની વસ્તિ અઢી કરોડ છે. દિલ્હીમાં જો કોરાનાની હરણફાણ નહીં ઘટે તે આગામી દિવસોમાં દિલ્હીમાં કોરોનાના એક લાખ કેસો હશે.

દિલ્હીની અરવિંદ કેજરીવાલની સરકાર ગૃહપ્રધાન અમિત શાહને સરંડર થઇ ગઇ છે. તેમના આઇડયા પ્રમાણે દિલ્હીની સરકાર કામ કરી રહી છે. એક નાગરિકે ટીવી પરના ઓપિનીયનમાં કહ્યું હતું કે હાલમાં દિલ્હીના શહેનશાહ અમિત શાહ છે. એક સમય હતો કે જ્યારે દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલ અને ગૃહપ્રધાન અમિતશાહ વચ્ચે સતત ગજગ્રાહ ચાલ્યા કરતો હતો પરંતુ કોરોના કાળમાં તે બંને સારા મિત્રો બની ગયા છે.

હોમ ક્વોરેન્ટાઇન ફરજીયાત બનતું જાય છે ક્ેમકે હોસ્પિટલોમાં પગ મુકવાની પણ જગ્યા નથી. હોસ્પિટલોની સાચી દશા સત્તાવાળાઓ બતાવતા નથી પણ સોશ્યલ નેટવર્ક પર તેમની આબરૂના ધજાગરાં મુંબઇની હોસ્પિટલોના ફોટા વોટ્સઅપ પર જોવા મળ્યા હતા.જેમાં એક બેડ પર બે-બે કોરોના ગ્રસ્તના દર્દીઓને સુવાડાયા હતા. હોસ્પિટલોમાં એટલી ભીડ ભાડ જોવા મળતી હતી કે સોશ્યલ ડિસ્ટન્સ જળવાતુું નહોતું.

કોરોનાએ ભારત સામે પડકાર ઉભો કર્યો છે. જે પશ્ચિમ બંગાળ શરૂઆતમાં કોરોનાની ઠેકડી ઉડાડતું હતું અને તેને બહુ ગંભીરતાથી નહોતું લીધુ પરંતુ આજે સ્થિતિ એવી આવી છે કે તેણે લોકડાઉન ૩૧ જુલાઇ સુધી લંબાવવું પડયું છે.

કોરોનાની કોઇ દવા નથી. બાબા રામદેવની પતંજલીએ આયુર્વેદ ટેબ્લેટ શોધ્યા પછી એલોપથી લોબીના ટેકાથી વિરોધ શરુ થયો હતો.જે એલોપથી ના કરી શકી તે આયુર્વેદે કરી બતાવતા એલોપથીની લોબી તે સ્વીકારવા તૈયાર નથી એમ લાગી રહ્યું છે.

દિલ્હી અને મુંબઇ સૌથી વધુ અસરગ્રસ્ત છે,હવે દિલ્હી ટોપમાં આવી ગયું છે. ગુજરાતમાં પણ કોરોનાએ ચિંતા વધારી છે. જોકે કોઇ પણ રાજ્ય એવું નથી કે (ગોવા સિવાય) જ્યાં કોરોનાએ પોતાના તંબુ ના બાંધ્યા હોય. જ્યારે અમેરિકામાં કોરોનાના કારણે લાખો કેસો થયા ત્યારે ભારત એમ કહેતું હતું આપણે કોરોનાને અટકાવી શક્યા છે અને ભારત પોતાની પ્રજાના વખાણ કરતી હતી.

દિલ્હીમાં કોરોનાના કેસોમાં અચાનક ઉછાળા પાછળનું કારણ સંશોધનનો વિષય બની ગયો છે. કેજરીવાલના મગરના આંસુ દેખાઇ આવે છે. તેમને કોઇ કહો કે બાવળ વાવો તો કેરીની આશા ના રખાય. બધા બધુ જાણે છે પણ દરેક સમયની રાહ જુવે છે. 

દિલ્હીમાં વડાપ્રધાન,રાષ્ટ્રપતિ, સૈન્યના વડાઓ, સાંસદેા જેવા વીવીઆઇપીઓ રહે છે. વિદેશના લોકો દિલ્હીને ઓળખે છે. દિલ્હી મેઇન મથક છે પરંતુ ત્યાંનો વહિવટ કેજરીવાલ પાસે છે. પોતાની વાહ -વાહીમાં વ્યસ્ત કેજરીવાલને હવે ખબર પડી છે કે પાયાના વર્કર અને સત્તા લોલૂપ લોકોમાં કેટલો ફર્ક છે. લોકોને મફત પ્રવાસ જેવી સવલતો આપીને સત્તા હાંસલ કરનાર અને આવી સવલતો લેનાર પ્રજા બંને હવે એક બીજાને ઓળખી ગયા છે.

મહોલ્લા ક્લિનીક અને વિશ્વની શ્રેષ્ઠ સવલતો વાળી હોસ્પિટલો વગેરે વાતો હવા મહેલ જેવી સાબિત થઇ હતી. કોરોનામાં વધતા કેસો માટે જે તે રાજ્યના મુખ્ય પ્રધાનોને જવાબદાર ગણવા જોઇએ.

દિલ્હીમાં એક તબક્કે લશ્કર બોલાવવા વિચારાતું હતું પરંતુ લોકો વધુ ભયભીત થશે તેમ સમજીને વિચાર પડતો મુકાયો હતો. યોગી આદિત્યનાથ આઇટીઆઇ પાસ નથી પણ તે પાયાના કાર્યકર તરીકે આગળ આવેલા છે. તે પાયાની જરૂરીયાત જાણે છે જ્યારે કેજરીવાલ પાસે સત્તા નામની એક માત્ર ઇન્દ્રીયનું જ્ઞાાન છે જે કામ લાગી શક્યું નથી.

દિલ્હી જેવા મહત્વના શહેરને કોરોના બાનમાં લે તે ચિંતાનો વિષય છે. પરિસ્થિતિ વણસતી જાય છે. કેન્દ્ર સરકારે દિલ્હીમાં લશ્કર કામે લગાડવાની જરૂર છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે