સરકારનો મહત્વનો નિર્ણય, Tik Tok સહિત 59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ

નવી દિલ્હી, 29 જુન 2020 સોમવાર

ભારત-ચીન તંગદીલી વચ્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે 59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. પ્રતિબંધિત એપ્લિકેશનમાં પ્રખ્યાત Tik Tokનો પણ સમાવેશ છે. આ ઉપરાંત યુસી બ્રાઉઝર, કેમ સ્કેનર જેવી ઘણી વધુ લોકપ્રિય એપ્સ છે.

અગાઉ, ભારતીય સુરક્ષા એજન્સીઓએ ચાઇનીઝ એપ્લિકેશન્સની યાદી તૈયાર કરી હતી અને કેન્દ્ર સરકારને અપીલ કરી હતી કે તેઓ પર પ્રતિબંધ મૂકવામાં આવે અથવા લોકોને તાત્કાલિક તેમના મોબાઇલથી દૂર કરવા કહેવામાં આવે. તેની પાછળનું કારણ એ હતું કે ચીન ભારતીય ડેટા હેક કરી શકે છે.

ભારત અને ચીન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ છે. બંને દેશોની સૈન્ય સામ-સામે આવી ગયા છે. દરમિયાન ભારતે આ મોટું પગલું ભર્યું છે અને સ્પષ્ટ કર્યું છે કે ભારત કોઈ પણ સ્તરે ઝૂકશે નહીં કેન્દ્ર સરકારે 59 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આમાંની કેટલીક એપ્લિકેશન્સ એવી છે કે તમે તેને દરેક મોબાઇલમાં સરળતાથી શોધી શકશો.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર માહિતી ટેકનોલોજી મંત્રાલયને અનેક ફરિયાદો મળી હતી. આ એપ્સ ભારતીની સંપ્રભુતા, સુરક્ષા અને અખંડિતતા પર ઘાતક હુમલો રહી હતી. આ એપ્સની મદદથી ચીન ભારતીય ડેટાની હેરાફેરી કરી શકતુ હતું.

ભારતીય ગુપ્તચર એજન્સીઓએ આ એપ્સની યાદી સરકાર સમક્ષ રજુ કરી હતી. આ પછી, સરકારે તેમના સ્તરે આ એપ્લિકેશન્સની માહિતી લીધી અને જ્યારે તેમને લાગ્યું કે આ એપ્લિકેશનો ખરેખર ભારતીય સુરક્ષાને નુકસાન કરી શકે છે, તો તરત જ તેમના પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો