દેશમાં UNLOCK-2 માટે ગાઈડલાઈન જાહેર, જાણો, શેમા મળશે છૂટ, શેમાં રહેશે પ્રતિબંધ
નવી દિલ્હી, તા. 29 જુન 2020, સોમવાર
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે અનલોક-2 માટેની ગાઈડલાઈન જાહેર કરી દીધી છે. કોરોના વાઈરસના કંટેન્ટમેન્ટ ઝોનના બહારના વિસ્તારમાં ઘણી ગતિવિધિઓને છૂટ હશે જ્યારે કંન્ટેન્ટમેન્ટ ઝોનમાં લોકડાઉન સખ્તાઈથી લાગૂ રહેશે.
30 જુને દેશમાં અનલોક-1ની અવધી પૂર્ણ થઈ રહી છે. આ સાથે જ દેશમાં અનલોક-2ની જાહેરાત કરવામાં આવી છે જેમાં અનેક ગતિવિધિઓને છૂટ આપવામાં આવશે પરંતુ સાથે પ્રતિબંધો પણ હશે જ્યારે કંન્ટેન્ટમેન્ટ ઝોન બહારના વિસ્તારોમાં છૂટ આપવામાં આવશે. આ નવી ગાઈડલાઈન 1લી જુલાઈથી લાગૂ થશે.
અહીં મળી છૂટ
- સિમિત સંખ્યામાં ડોમેસ્ટિક ફ્લાઈટ્સ અને ટ્રેનનું સંચાલન શરૂ રહેશે
- રાત્રી કર્ફ્યૂના સમયમાં ફેરફાર, રાત્રે 10 થી સવારે 5 રાત્રી કર્ફ્યૂ
- ઔદ્યોગિક એકમો, હાઈવે પર લોકોની અવરજવર અને માલસામાનના પરિવહનને રાત્રી કર્ફ્યૂમાં છૂટ
- મુસાફરી બાદ લોકોને પોતાના ગંતવ્ય સ્થાને જવા માટે રાત્રી કર્ફ્યૂમાં છૂટ
અહીં રહેશે પ્રતિબંધ
- શાળા, કોલેજ, કોચિંગ ક્લાસ 31 જુલાઈ સુધી બંધ રહેશે
- દુકાનોમાં 5થી વધારે લોકો ભેગા થઈ શકશે, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે
- ઈન્ટરનેશનલ ફ્લાઈટ બંધ રહેશે માત્ર મંજુરી મેળવેલી ફ્લાટ્સ ઉડી શકશે
- સિનેમા હોલ, મેટ્રો સર્વિસ, સ્વીમિંગ પૂલ, બાર, સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં ભીડ એકઠી થવા પર પ્રતિબંધ
- સામાજિક, રાજકીય, સ્પોર્ટ્સ, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યો પર પ્રતિબંધિત રહેશે
Comments
Post a Comment