મન કી બાત: લદ્દાખમાં ભારતની ધરતી પર આંખ ઉઠાવનારને જડબાતોડ જવાબ મળ્યો - PM મોદી


નવી દિલ્હી, તા. 28 જૂન 2020 રવિવાર

લદ્દાખની ગલવાન ખીણમાં 20 ભારતીય સૈનિકોની શહાદત, ભારતમાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ અને દેશમાં ચોમાસાની શરૂઆત વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશને સંબોધિત કરી રહ્યા છે.

પીએમ મોદીએ કહ્યુ કે આ સૌની વચ્ચે આપણા કેટલાક પાડોશીઓ દ્વારા જે થઈ રહ્યુ છે દેશ તે પડકારો સામે પણ લડી રહ્યો છે. ખરેખર, એક સાથે આટલી મુશ્કેલીઓ, આ સ્તરની આપત્તિઓ, ઘણી જ ઓછી જોવા-સાંભળવા મળે છે.

હજુ કેટલાક દિવસ પહેલા દેશના પૂર્વ ભાગોમાં એમ્ફાન તોફાન આવ્યુ, પશ્ચિમ ભાગોમાં નિસર્ગ વાવાઝોડુ આવ્યુ. કેટલાય રાજ્યોના આપણા ખેડુત ભાઈ-બહેનો તીડના આક્રમણથી મુશ્કેલીમાં છે. દેશના કેટલાક ભાગોમાં નાના-નાના ભૂકંપના આંચકા રોકાવાનુ નામ લઈ રહ્યા નથી.

પીએમ મોદીએ કહ્યુ કે લદ્દાખમાં ભારતની ભૂમિ પર, આંખ ઉઠાવીને જોનારાનો જડબાતોડ જવાબ મળ્યો છે. ભારત, મિત્રતા નિભાવવાનુ જાણ છે તો યોગ્ય જવાબ આપવાનુ પણ જાણે જ છે. લદ્દાખમાં આપણા જે વીર જવાન શહીદ થઈ ગયા છે તેમના શૌર્યને સમગ્ર દેશ નમન કરી રહ્યો છે. શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. 

સમગ્ર દેશ તેમનો આભારી છે, તેમના સામે નત-મસ્તક છે. આ સાથીઓના પરિવારોની જેમ જ દરેક ભારતીય તેમને ગુમાવવાના દર્દનો અનુભવ કરી રહ્યા છે. ભારતે જે રીતે મુશ્કેલ સમયમાં દુનિયાની મદદ કરી, તેણે આજે શાંતિ અને વિકાસમાં ભારતની ભૂમિકાને વધુ મજબૂત કરી છે. દુનિયાએ ભારતની વિશ્વ બંધુત્વની ભાવનાને પણ અનુભવી છે. આપણી સંપ્રભુતા અને સીમાઓની રક્ષા કરવા માટે ભારતની તાકાત અને ભારતના કમિટમેન્ટને જોયા છે.


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે