રાજ્યમાં કોરોનાના ગતિ તેજ, છેલ્લા 24 કલાકમાં 624 નવા કેસ, 19ના મોત

અમદાવાદ, તા. 28 જુન 2020, રવિવાર

રાજ્યમાં દરરોજ નોંધાતા કોરોનાના કેસોનો આંકડો હવે 600ને પાર આવી રહ્યો છે. ગઈકાલે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ એક દિવસના રેકોર્ડ 615 કેસ નોંધાયા હતા ત્યારે આજનો આંકડો તેને પણ પાર કરી ચુક્યો છે. રાજ્ય સરકારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા પોઝિટિવ કેસોની જાણકારી આપવામાં આવી.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 624 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 19 દર્દીઓના મોત થયાં છે અને આ સાથે જ મૃત્યુઆંક 1800ને પાર થયો છે. રાજ્યમાં આજના દિવસના ગણીને કુલ 1809 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 31,397 થઈ છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 391 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયાં છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ 624 પોઝિટિવ કેસમાંથી અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 198, સુરત કોર્પોરેશન એરિયામાં 174, વડોદરા કોર્પોરેશન એરિયામાં 44 પોઝિટિવ કેસો નોંધાયા છે. રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 71 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 6709 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 22,808 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 1809 થયો છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો